સાક્ષીને નુકશાન પહોંચાડવાના ગુનામાં છબીલની ધરપકડ કરાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

સાક્ષીને નુકશાન પહોંચાડવાના ગુનામાં છબીલની ધરપકડ કરાઈ

ગાંધીધામ, શુક્રવાર

ચકચારી જયંતી ભાનુશાળી હત્યા પ્રકરણમાં પકડાયેલા મુખ્ય ષડયંત્રકાર છબીલ પટેલનો હવે ગાંધીધામ પોલીસે કબજો મેળવ્યો છે. હત્યા કેસના સાક્ષીઓને નુકશાન પહોંચાડવાના કેસમાં તેની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.પૂર્વ ધારાસભ્ય ભાનુશાળીની ટ્રેનમાં કરાયેલી હત્યા પ્રકરણમાં મુખ્ય સુત્રાધાર તરીકે છબીલ પટેલનું નામ ખૂલ્યું છે. અમદાવાદમાંથી સીટે તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. અગાઉ મળેલા દસ દિવસ અને બાદમાં લેવાયેલા વધુ ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને ગળપાદર જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અગાઉ ગાંધીધામ બી.ડિવિઝન પોલીસ માથકે છબીલ તાથા તેના વેવાઈ, ભત્રીજા સહિત ચાર સામે રેકી કરીને હત્યા પ્રકરણના સાક્ષીને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં છબીલની ધરપકડ બાકી હોય પોલીસે તેનો કબજો લઈને ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Owjw62

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages