કચ્છમાં ચૈત્ર-વૈશાખ જેવી કાળઝાળ ગરમી શરૃ, તીવ્ર તાપ અનુભવાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

કચ્છમાં ચૈત્ર-વૈશાખ જેવી કાળઝાળ ગરમી શરૃ, તીવ્ર તાપ અનુભવાયો

ભુજ,ગુરૃવાર

કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ફાગણમાં ચૈત્ર-વૈશાખ જેવી આકરી ગરમી લોકો અનુભવી રહ્યા છે. જિલ્લા માથક ભુજમાં મૌસમનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. મૌસમનું સૌથી ઉંચુ તાપમાન ૪૧.૮ ડિગ્રી સે.નોંધાયું છે. કંડલા એરપોર્ટ ૩૯.૯ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૭.૬ અને નલિયામાં ૩૪.પ ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે.

ગરમીનો પારો સડસાડટ ઉંચે ચડતા લોકો અસહ્ય તાપાથી અકળાયા હતા. કચ્છમાં હિટવેવની પરિસિૃથતિ સર્જાઈ છે. બપોરના સમયે લૂ વર્ષાથી જનજીવન પર અસર વર્તાઈ હતી. આકરી ગરમીથી  ત્રસ્ત લોકો પરસેવે રેબઝેર થઈ ગયા હતા. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક વર્તાય છે. ભુજમાં મહત્તમ તાપમાનો પારો એક ડીગ્રી વાધારે વાધીને ૪૧.૮ ડિગ્રી સે. નોંધાતા મૌસમનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. લઘુત્તમ તાપમાન ર૩.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૪૦ ટકા, સાંજે ૧ર ટકા નોંધાયું છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની અને ઝડપ સરેરાશ, પ્રતિ કલાક ૬ કિ.મી.ની નોંધાઈ હતી. ગરમીમાં વાધારો થતાં ઠંડા પીણાના સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળી હતી. રાત્રિના સમયે મહાદેવ નાકા વિસ્તારની બહારે ફરવા નીકળી પડયા હતા. કંડલા એરપોર્ટમાં ૩૯.૯ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૭.૬ અને નલિયામાં ૩૪.પ ડિગ્રી તાપમાન નોંધાયું છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OxVqrC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages