અમેરિકાના જોબગ્રોથના આંકડા નબળા આવતાં સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

અમેરિકાના જોબગ્રોથના આંકડા નબળા આવતાં સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 09 માર્ચ, 2019, શનિવાર

મુંબઈ સોના- ચાંદી બુલીયન બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવ ઝડપી ઉછલ્યા હતા. વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં જોબગ્રોથના આંકડા નબળા આવતાં તેના પગલે વૈશ્વિક સ્તરે વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ નીચો ઉતર્યો હતો અને તેના પગલે વિશ્વબજારમાં સોનામાં હેજ ફંડવાળા લેવા આવતાં વિશ્વબજારમાં સોનાના ભાવમાં ઝડપી ઉછાળો નોંધાયાના વાવડ હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ વધી ઔંશના ફરી ૧૩૦૦ ડોલરને આંબી ગયાના સમાચાર હતા. 

વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે આયાત પડતર ઉંચી ગઈ છે અને તેના પગલે ઘરઆંગણે આજે ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું અને તેના પગલે સોના- ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૨૯૩.૬૦ વાળા વધી ઉંચામાં ૧૩૦૦ ડોલર પાર કરી ગયા પછી સપ્તાહના અંતે ભાવ ૧૨૯૮.૫૦થી ૧૨૯૯ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૧૫.૧૦ ડોલરવાળા ઉછળી સપ્તાહના અંતે ૧૫.૩૫થી ૧૫.૩૬ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરના ભાવ નીચા ઉતરતાં ઘરઆંગણે પણ આજે કરન્સી બજારમાં બંધ બજારે ડોલરના ભાવ જે શુક્રવારે સત્તાવાર બંધ રૂ.૭૦.૧૫ રહ્યા હતા તે ભાવ આજે બંધ બજારે રૂ.૭૦.૦૫થી ૭૦.૦૬ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં કિંમતી ધાતુઓ ઉછળતાં ઘરઆંગણે આજે ઝવેરીબજારમાં ભાવ વધી આવ્યા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૧૫૦ વાળા રૂ.૩૨૨૫૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૨૭૫  વાળા રૂ.૩૨૪૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૯૨૫ વાળા ઉછળી રૂ.૩૮ હજાર પાર કરી રૂ.૩૮૩૫૦થી ૩૮૪૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૫૦ ઉંચા બોલાઈ રહ્યા હતા એ જોતાં ચાંદીના ભાવ જીએસટી સાથે રૂ.૩૯ હજારની ઉપર ડતા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ પ્લેટીનમના ભાવ પણ વધી સપ્તાહના અંતે ઔંશના ૮૧૮.૮૦થી ૮૧૮.૯૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૧૩.૮૦ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેબુ્રઆરીનો જોબગ્રોથ માત્ર ૨૦ હજારનો આવ્યો છે જે બાર મહિનાની સૌથી નબળી સ્થિતિ બતાવે છે તથા તેના પગલે વિશ્વબજારમાં ડોલરના ભાવ દબાણ હેઠળ રહ્યાની ચર્ચા હતી. દરમિયાન, ત્યાં વેતન વૃધ્ધિ જોકે વધી છે. ચીનના શેરબજારો ગબડતાં તેના પગલે પણ વિશ્વબજારમાં સોનામાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. 

આવા માહોલમાં વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ પણ આશરે એક ટકો ગબડી બ્રેન્ટક્રુડના ભાવ બેરલદીઠ સપ્તાહના અંતે ૬૬ ડોલરની અંદર ઉતરી ૬૫.૭૭ ટડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ઘટી છેલ્લે ૫૬.૦૮ ડોલર રહ્યાના સમાચાર હતા. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CbFGpw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages