આયર્ન ઓરની કિંમતમાં વધારો થતાં સ્ટીલ કંપનીઓ દ્વારા ફરીથી ભાવ વધારો ઝિંકાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

આયર્ન ઓરની કિંમતમાં વધારો થતાં સ્ટીલ કંપનીઓ દ્વારા ફરીથી ભાવ વધારો ઝિંકાયો

ચેન્નઈ, તા. 09 માર્ચ, 2019, શનિવાર

સ્ટીલ કંપનીઓએ પોતાના પ્રોડકટસના ભાવમાં પ્રતિ ટન રૂપિયા ૧૭૦૦નો વધારો જાહેર કર્યો છે અને બીજા રૂપિયા ૧૮૦૦થી રૂપિયા ૨૦૦૦નો વધારો તોળાઈ રહ્યો છે. આયર્ન ઓરની કિંમતોમાં વધારો અને સ્ટીલની માગ વધતા આ ભાવવધારો આવી પડયો છે. ઉદ્યોગના સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવ વધીને પ્રતિ ટન રૂપિયા ૪૪૦૦૦ આસપાસ થઈ ગયા છે. છેલ્લા એક મહિનામાં સતત ત્રીજી વખત વધારો આવી પડયો છે. 

આયર્ન ઓરના ભાવમાં વધારો થતાં આવી પડેલા બોજને હળવો કરવા સ્ટીલ ઉત્પાદક કંપનીઓ  પોતાના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી રહ્યા છે. હોટ રોલ્ડ સ્ટીલના ભાવમાં છેલ્લા ત્રીસ દિવસમાં આ ત્રીજો વધારો હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. હોટ રોલ્ડ સ્ટીલ એ સ્ટીલનું એક પાયાનું પ્રોડકટ છે. 

ફેબુ્રઆરીના પ્રથમ સત્પાહમાં ટન દીઠ રૂપિયા ૭૫૦ અને ત્યાર પછી ત્રીજા સપ્તાહમાં રૂપિયા ૧૦૦૦નો વધારો કરાયો હતો. બ્રાઝિલમાં સૌથી મોટા આયર્ન ઓર ઉત્પાદન એકમમાં અકસ્માતને કારણે આયર્ન ઓરના ઉત્પાદન પર અસર પડી છે જેને કારણે આ કાચા માલના ભાવમાં ઉછાળો આવ્યો છે. એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૮માં દેશના સ્ટીલના વપરાશમાં ૭.૯૦ ટકા વધારો થયો છે, જે ૨૦૧૭ના આ ગાળામાં ૭.૫૦ ટકા રહ્યો હતો.

આગામી ૧-૨ વર્ષમાં ભારતની સ્ટીલ માગમાં વાર્ષિક પથી પ.૫૦ ટકા વધારો થવાની ધારણાં રખાઈ રહી છે.માળખાકીય ક્ષેત્રમાં સરકારી ખર્ચમાં વધારા ઉપરાંત ઓટોમોટિવ ઉદ્યોગના સારા ભાવિને જોતા આ વૃદ્ધિનો અંદાજ મુકાઈ રહ્યો છે.  નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં સરકારા દ્વારા મૂડી ખર્ચમાં વાર્ષિક ધોરણે ૨૦.૩૦ ટકાનો વધારો કરાયો છે. 

સરકાર દ્વારા વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા ૩.૨૦ ટ્રિલિયનનો મૂડી ખર્ચ કરવાનો અંદાજ છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UsB5pP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages