વડોદરા, તા.11 માર્ચ, સોમવાર
લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ તંત્ર તેની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયું છે જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ૧૩ મદદનીશ ખર્ચ નિરીક્ષકો, ૩૦ ફ્લાઇંગ સ્કોડ, ૩૦ સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ, ૨૦ વિડિઓ સર્વેલન્સ ટીમ, ૧૦ વિડિઓ વિજીલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
મતદારોના માર્ગદર્શન અને સહાયતા માટે કુબેર ભવન, વડોદરાના બીજા માળે ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરૃ કરવામાં આવ્યું છે. ટોલ ફ્રી નંબર ૧૯૫૦થી તેનો ટેલીફોનીક સંપર્ક નાગરિકો કરી શકે છે. મતદાર યાદી સહિતની બાબતોનું ટેલીફોનીક માર્ગદર્શન આ સેન્ટરથી મેળવી શકાશે. લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી માટે જિલ્લા ચૂંટણી તંત્રે તમામ મતદાન મથકો ખાતે ૧૦૦ ટકા એસ્યોર્ડ મીનીમમ ફેસીલીટીની ખાત્રી કરી છે.
ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૃ થઇ ગયો હોવાથી જિલ્લા ચૂંટણી અધિકારીએ ૨૧ પ્રકારના નોડલ અધિકારીની નિમણૂંક કરી છે. આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે મુખ્ય નોડલ અધિકારીની જવાબદારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી. ચૌધરીને સોંપવામાં આવી છે. પાંચ શહેરી વિધાનસભા બેઠકોના વિસ્તારો માટે એક તથા પાંચ ગ્રામીણ વિધાનસભા બેઠકોના વિસ્તારો માટે એક નોડેલ અધિકારી નીમવામાં આવ્યા છે જેમણે પોતાના વિસ્તારોમાં રવિવાર સાંજથી જ આ કાર્યવાહી હાથ ધરી છે.
પબ્લીક પ્રોપર્ટી પર જોવા મળેલા ૬૪ ભીંત લખાણો ભૂંસવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૫૮ પોસ્ટર્સ અને ૫૨ બેનર્સ હાટાવાયા છે. જ્યારે ૨૪ જેટલા નાના સ્ટીકર, ફ્લેગ વગેરે હટાવવામાં આવ્યા છે. ખાનગી મિલકતો પરથી ૧૫ પોસ્ટર્સ અને અન્ય પ્રકારની સામગ્રી પણ હટાવાઇ છે. ૩૧૬ જેટલાં રાજકીય પ્રકૃતિના લખાણો, પોસ્ટર, બેનર, વોલ ફાઇટીંગ અને અન્ય મટીરીયલ હટાવવામાં આવ્યા છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NXsHMC
No comments:
Post a Comment