દિવ્યાંગ અને મહિલા મતદારો માટે જાગૃતિ કાર્યક્રમો યોજાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

દિવ્યાંગ અને મહિલા મતદારો માટે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

 વડોદરા,તા.11 માર્ચ, સોમવાર

સ્વીપ કાર્યક્રમ હેઠળ પ્રથમવાર મતાધિકાર મેળવનારા યુવા મતદારો, દિવ્યાંગ મતદારો અને મહિલા મતદારોનું મતદાન વધે તે માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવશે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જેઓ લોકસભા ચૂંટણીઓમાં પ્રથમ વખત મતદાન કરવાના છે એવા યુવા મતદારોને મતાધિકારની અગત્યતા, મતદાન કેવી રીતે કરવું, ક્યાં કારણોસર અચૂક મતદાન કરવું એની અસરકારક સમજાવટ જરૃરી છે. આ માટે દરેક તાલુકાની મોટી કોલેજો તેમજ શિક્ષણ સંસ્થાઓ, મ.સ. વિશ્વ વિદ્યાલય અને શહેરમાં  તેમજ શહેર નજીક આવેલી મોટી શિક્ષણ સંસ્થાઓમાં માર્ગદર્શક કાર્યક્રમો યોજવાનું માર્ગદર્શન આપ્યું હતું.

મહિલા સમુદાયને મતાધિકારના પ્રયોગ માટે સભાન બનાવવા મહિલા સહાયતા જુથો, સખી મંડળોને સાંકળી લેતા કાર્યક્રમો યોજવા, દૂધ સહકારી મંડળીઓ, આત્માના ખેડૂત મંડળો સહિતની સહકારી સંસ્થાઓના સદસ્યો માટે સ્વીપના કાર્યક્રમો યાજવા તેમજ દિવ્યાંગ કલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છીક સેવા સંસ્થાઓના સહયોગથી દિવ્યાંગ મતદાતાઓ માટેની ચૂંટણી પંચની ખાસ એપ હેઠળ મતદાન સરળતાથી કરવા માટે સુવિદ્યાઓની જાણકારીનો પ્રચાર કરાશે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F7f62x

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages