વડોદરા,તા.11 માર્ચ,2019 સોમવાર
ખોડલ ફાઇનાન્સના વ્યાજખોર મયંક બ્રહ્મભટ્ટ અને તેના ભાઇ સાગર બ્રહ્મભટ્ટની ધાકધમકીઓથી ગભરાઇ ગયેલા એક સિનિયર સિટિઝનના પુત્રએ પોલીસનો સંપર્ક કર્યો છે.
હરણી વિસ્તારમાં માં પાર્ટી પ્લોટ પાસે ખોડલ ફાઇનાન્સ અને ખોડલ કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ધરાવતા મયંક બ્રહ્મભટ્ટ અને સાગર બ્રહ્મભટ્ટ સામે વ્યાજખોરીની એક પછી એક ફરિયાદો બહાર આવી રહી હોઇ પોલીસે જોડાવા માંગતા તમામ ભોગ બનનારાઓને સાક્ષી તરીકે રાખવાનો નિર્ણય લીધો છે.
વ્યાજખોર બંધુઓ સામે ફતેપુરા વિસ્તારમાં રહેતા અને બેકરીનો ધંધો કરતા યુવકે પોલીસ સમક્ષ કરેલી રજૂઆતમાં કહ્યું હતું કે,મારા પિતાએ ગયા વર્ષે રૃા.૧ લાખની રકમ બ્રહ્મભટ્ટ બંધુઓ પાસે લીધી હતી.જે રકમ ટૂંકાગાળામાં જંગી વ્યાજ સહિત રૃા.૧.૬૦ લાખ પરત કરી દીધી હતી.
આમ છતાં બ્રહ્મભટ્ટ બંધુઓ દ્વારા અવારનવાર જોઇ લેવાની ધમકી આપવામાં આવી રહી છે અને તેઓ રૃા.૨.૫૦ લાખની ઉઘરાણી કરી રહ્યા છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F54PnA
No comments:
Post a Comment