મુંબઈ, તા. 26 માર્ચ 2019 મંગળવાર
વર્ષ 1980 અને 1990ના દાયકામાં ભાગેડુ દાઉદ ઈબ્રાહીમ સાથે કામ કરનાર શકીલ અહમદ શેખ ઉર્ફે લંબુ શકીલનું મોત થયુ છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યુ કે શેખનું હૃદયની બીમારીના કારણે હોસ્પિટલમાં મોત નીપજ્યુ છે.
ભાગેડુ અંડરવર્લ્ડ ડૉન દાઉદ અને ગેન્ગના અન્ય સભ્યો છોટા શકીલનો વિશ્વાસુ સહયોગી શેખ 80 અને 90ના દાયકામાં આ ગેન્ગ માટે વિદેશોમાં તસ્કરી કરતો હતો. લંબુ સમુદ્રમાં દાઉદની હુકૂમતને ચલાવતો હતો. તે સમુદ્ર દ્વારા થનારી તસ્કરીનો મુખ્ય આરોપી હતો.
અધિકારીએ જણાવ્યુ કે શેખે ગેન્ગની સોનાની તસ્કરી સંબંધિત ગતિવિધિઓમાં સાથ આપ્યો છે. તે હથિયારો અને વિસ્ફોટ લાવવા લઈ જવામાં કથિતરીતે સામેલ હતો. શેખ વિરુદ્ધ 1991માં માતા રમાબાઈ આંબેડકર માર્ગ થાણામાં હુલ્લડો તથા હત્યા માટે હવે નિરસ્ત થઈ ચૂકેલો કાયદો ટાડા હેઠળ કેસ નોંધાવ્યો હતો. 1991 બાદ દેશમાંથી ભાગીને તે હવાલા રેકેટ ચલાવતો હતો. તેને 2003માં દુબઈમાં પકડવામાં આવ્યો અને પ્રત્યાર્પણ કરીને લાવવામાં આવ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FAWwQD
No comments:
Post a Comment