શું તમારા બાળકને પણ આદત છે ચોક અને માટી ખાવાની ? તો હોય શકે છે તેને આ બીમારી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

શું તમારા બાળકને પણ આદત છે ચોક અને માટી ખાવાની ? તો હોય શકે છે તેને આ બીમારી


અમદાવાદ, 25 માર્ચ 2019, સોમવાર

નાના બાળકોને ચોક અને માટી ખાવાની આદત હોય છે. આમ તો નાનપણમાં દરેક વ્યક્તિએ ચોક તો ખાધી જ હોય છે. પરંતુ કેટલાક બાળકો આ આદત છોડી શકતા નથી. તેઓ કોઈપણ રીતે માટી, દીવાલ પરનો ચુનો કે પછી ચોક ખાતા રહે છે. આ લક્ષણ ઈટિંગ ડિસઓર્ડર કહેવાય છે. આ બીમારીને PICA પીકા પણ કહેવાય છે. આ બીમારીનું નામ એક પક્ષીના નામ પરથી પડ્યું છે. આ પક્ષી દરેક વસ્તુ ખાઈ જવા માટે પ્રખ્યાત છે. 

આ સમસ્યા માત્ર બાળકોમાં જ નહીં પરંતુ વયસ્કોમાં પણ જોવા મળે છે. બાળકોમાં કેટલાક વિશેષ પ્રકારના પૌષ્ટિક તત્વો જેવા કે આયરન, ઝિંક વગેરેની ખામીના કારણે દરેક વસ્તુ ખાવાની લાલસા ઉત્પન્ન થાય છે. આ ડિસઓર્ડરના કારણ કયા છે અને તેનાથી છૂટકારો કેવી રીતે મેળવવો ચાલો જાણીએ.

શા માટે બાળક ખાય છે માટી ?

નાના બાળકોમાં માટી ખાવાની આદત રક્તની ખામી દર્શાવે છે. તેનું કારણ એ પણ હોય છે કે બાળક ખોરાકમાં માત્ર દૂધનું જ સેવન કરતું હોય. ખોરાકમાં માત્ર દૂધ હોય કે પછી તેને આપવામાં આવતી વસ્તુઓમાં દૂધનું મિશ્રણ કરવામાં આવતું હોય તો તેનાથી રક્તની ખામી સર્જાય છે. બાળકોના ખોરાકમાં દાળ, અનાજ, શાકની ઊણપ હોય તો આ સમસ્યા થઈ શકે છે. 

કુપોષણ અને ઓટિઝ્મ

ચોક અને માટી ખાતા બાળકોની ઉંમર અંદાજે 7 વર્ષ આસપાસ હોય છે. જો અનેક પ્રયત્નો પછી પણ બાળકની આ આદત ન છૂટે તો સમજવું કે તેના શરીરને પુરુતું પોષણ મળતું નથી. કેટલાક બાળકોમાં આ આદત ઓટિઝ્મના કારણે પણ હોય છે. આ બીમારીમાં બાળકોનો માનસિક વિકાસ બરાબર રીતે થતો નથી. 

કેવી રીતે છોડાવવી આ આદત

બાળકની માટી ખાવાની આદત છોડાવવા માટે તેને મારવું જરૂરી નથી. બાળકને પ્રેમથી સમજાવવું જોઈએ. બાળકની સૌથી પહેલા તો શારીરિક તપાસ કરાવવી. પોષકતત્વોની ખામીના કારણે બાળકને આ આદત પડી હોય તો સૌથી પહેલા બાળકના ખોરાકમાં ફેરફાર કરવો. આ ઉપરાંત આ ખાસ ઈલાજ કરીને પણ બાળકની આ આદત છોડાવી શકાય છે. 

રોજ રાત્રે હુંફાળા પાણી સાથે એક ચમચી અજમાનું ચૂર્ણ બાળકને ખવડાવવું. આ ચૂર્ણ પીવાથી બાળકની આદત ઝડપથી છૂટી જશે. આ ઉપરાંત બાળકને રોજ એક કેળામાં મધ ઉમેરી અને ખાવા આપવું. બાળકની આદત થોડા જ દિવસોમાં છૂટી જાશે. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TU9hyq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages