(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.25 માર્ચ 2019,સોમવાર
સાતારા-પુણે હાઈવે પર રવિવારે મોડી રાતના ટોલ પ્લાઝાના પર પોતાની ફરજ બજાવી રહેલાં સ્ટાફ પર ગુનેગારોના એક જૂથે ચાર રાઉન્ડ ફાયર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આનેવાડી ટોલ પ્લાઝા સાતારાથી ૧૮ કિલોમીટર અને પુણેથી ૯૦ કિલોમીટર દૂર આવેલું છે. આનેવાડી ટોલ પ્લાઝા પર રવિવારે રાતના એક વાગ્યે બનાવ બન્યો હતો, જ્યારે રીઢા ગુનેગારો કારમાં મુસાફરી કરી રહ્યાં હતા. ટોલ પ્લાઝા પર સ્ટાફે પૈસા ચૂકવવાનું કહેતાં તેમની સાથે રકઝક થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટાફે ચાલકને ટોલ ભરવાનું જણાવ્યું હતું ત્યારા રકઝક થઈ હતી. ચાલકે વધુ બે કારની રાહ જોઈ રહ્યો હતો, જેમાં તેમના સાથીદારો હતો. કાર આવી હતી અને ત્યારબાદ ફરી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધુ હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દસ જણે મળીને ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હૂમલો કર્યો હતો અને બે પિસ્તોલથી ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. આ બનાવમાં કોઈને બુલેટથી ઈજા થઈ નહોતી. ટોલ પ્લાઝા સ્ટાફ પર પથ્થર ફેંકવામાં આવ્યાં હતા. ૩૦ વરીષના વિશાલ રાજેને ઈજા થઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતુ કે ટોલ પ્લાઝા પર બેસાડાયેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ અનુસાર ગુનેગારો પુણેની બલુ ચોરગે ગેન્ગમાં સક્રિય છે. અમે આ પ્રકરણમાં ગુનો નોંધ્યો છે. બે ખાલી અને બે જીવંત કારતૂસ ઘટનાસ્થળેથી મળી આવ્યાં છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCOneF
No comments:
Post a Comment