વડોદરામાં ધો.૧૨ના વિદ્યાર્થીએ અન્નનળીની બીમારીથી કંટાળી ફાંસો ખાધો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

વડોદરામાં ધો.૧૨ના વિદ્યાર્થીએ અન્નનળીની બીમારીથી કંટાળી ફાંસો ખાધો

વડોદરા,તા.30 માર્ચ 2019, શનિવાર

ગોત્રી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ પોતાને અન્નનળીની સમસ્યા હોવા છતાં તાજેતરમાં ધો.૧૨ની પરીક્ષા આપી હતી. દરમિયાન શુક્રવારે રાત્રે કોઇ કારણથી તેણે પોતાના 

ઘરના પહેલા માળે છાપરના છતના હુકમાં દોરીથી ફાંસો ખાઇ લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોત્રીમાં રામેશ્વર સ્કૂલ પાછળ કર્મજ્યોતિ સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર રાવલનો ૧૯ વર્ષિય પુત્ર રોનક ધો.૧૨માં અભ્યાસ કરતો હતો. પરંતુ તે 

છેલ્લા કેટલાક સમયથી અન્નનળીની સમસ્યાથી પીડાતો હતો તેમ છતાં તાજેતરમાં પુરી થયેલી બોર્ડ પરિક્ષામાં તેણે રેગ્યુલર વિદ્યાર્થિ તરીકે પરિક્ષા પણ આપી હતી.

પરીક્ષા પછી તેને અન્નનળીની સમસ્યા વધી ગઇ હતી અને ખોરાક પણ લઇ શક્તો નહી હોવાથી તે હતાશ થઇ ગયો હતો. આ દરમિયાન શુક્રવારે રાત્રે તે ઘરના ઉપરના 

માળે સુવા ગયો હતો. શનિવારે સવારે તે નીચે નહી આવતા તેના પિતા ઉપરના માળે ગયા હતા અને ત્યાંનુ દ્રશ્ય જોઇને તેઓ આઘાત પામી ગયા હતા. છાપરના હૂક 

પર ફાંસો ખાધેલી હાલતમાં રોનકની લાશ લટકતી હતી. તેઓએ બૂમ પાડતા રોનકની મમ્મી પણ દોડી આવી હતી અને પુત્રની લાશને જોઇને મા-બાપ બન્ને બેભાન થઇ 

ગયા હતા. બુમાબુમ થતા પડોશી દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3jR2M

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages