વડોદરા,તા,30,માર્ચ,2019,શનિવાર
વડોદરા નજીક સિગ્મા ઈન્સ્ટિટયૂટમાં ભણતો એન્જિનિયરના વિદ્યાર્થીને પરીક્ષામાં ઓછા માર્કસ આવતાં શિક્ષકે માતા-પિતાને બોલાવ્યા હતા. જે અંગે લાવી આવતાં વિદ્યાર્થી ઘર છોડીને જતો રહ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે એક ખેડૂતનો પુત્ર સીગ્મા કોલેજમાં એન્જિનિયરીંગમાં અભ્યાસ કરે છે. કોલેજમાં જવા આવવા માટે વાન બાંધી છે. ગઇકાલે સવારે તેમનો પુત્ર નિત્યક્રમ મુજબ કોલેજમાં ગયો હતો. અગાઉ વાલી મીટિંગમાં વિદ્યાર્થીના માતા-પિતા હાજર રહ્યા ન હોય તેઓ પણ ગઈકાલે ગયા હતા. જયાં ગણિત વિષયના લેકચરને મળ્યા હતા. લેકચરરે પ્રથમ સેમેસ્ટરની ગણિતની પરીક્ષાના માર્કસ બતાવ્યા હતા. જેમાં ઓછા માર્કસ હોય વિદ્યાર્થીને વધુ મહેનત કરવાની સલાહ આપી હતી.
જેથી વિદ્યાર્થીને લાગી આવતાં વિદ્યાર્થીએ પિતાને વોટ્સ એપ પર મેસેજ મોકલ્યો હતો કે, '' પપ્પા, મમ્મી સોરી, મારા કારણે કોઈને હેરાન ના કરતા હું જઉ છું ભગવાન પાસે, બાપ.''જે મેસેજ વાંચીને વિદ્યાર્થીના માતા- પિતા ચિંતામાં મૂકાઈ ગયા હતા. અને પુત્રને શોધવા માટે દોડધામ કરી મૂકી હતી. પરંતુ પુત્રનો કોઈ પત્તો નહી લાગતા છેવટે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન આજે બપોરે મહારાષ્ટ્રના ભુંસાવળ ખાતેથી વિદ્યાર્થીને ટ્રેનમાં મુસાફરી કરતા સહપ્રવાસીના મોબાઈલ ફોનથી પિતાને કોલ કર્યો હતો કે હું પરત આવું છુ જેથી વિદ્યાર્થીના માતાપિતાએ હાશકરો અનુભવ્યો હતો. પરંતુ મોડીરાત સુધી વિદ્યાર્થી પરત આવ્યો ન હતો. માતા-પિતાની ચિંતા વધી ગઈ હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGj00L
No comments:
Post a Comment