નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ ટ્રેનનું એન્જિન વડોદરા સ્ટેશન પર ટ્રેક પરથી ઉતરી ગયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ ટ્રેનનું એન્જિન વડોદરા સ્ટેશન પર ટ્રેક પરથી ઉતરી ગયું

વડોદરા, તા.30 માર્ચ 2019, શનિવાર

વડોદરા રેલવે સ્ટેશન પર આજે બપોરે નિઝામુદ્દીન એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ હતું. આ એન્જિન દિલ્હીથી આવતી નિઝામુદ્દીન એક્સપ્રેસમાં વડોદરાથી લાગવાનું હતુ અને તે માટે એન્જિનને યાર્ડમાંથી ટ્રેક પર લાવવામાં આવી રહ્યુ હતુ ત્યારે સેન્ટિંગ વખતે આ ઘટના બની હતી.

રેલવે પાસેથી મળતી માહિતી અનુસાર નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેન નિઝામુદ્દીન (દિલ્હી)થી વડોદરા સુધી ઇલેક્ટ્રિકલ એન્જિન પર ચાલે છે. વડોદરાથી આ ટ્રેન મહારાષ્ટ્રમાં કોંકણ થઇને ત્રિવેન્દ્ર જાય છે અને મહારાષ્ટ્રના રૃટના ટ્રેક પર ઇલેક્ટ્રિક્ લાઇનની સુવિધા નહી હોવાથી આ ટ્રેનમાં વડોદરાથી ડિઝલ એન્જિન લાગે છે.આજે નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ વડોદરા પહોંચે તે પહેલા વડોદરા રેલવે યાર્ડમાંથી ડિઝલ એન્જિનને ટ્રેક પર લાવવા માટેની કામગીરી શરૃ કરાઇ હતી. 

દરમિયાન પ્લેટફોર્મ નં.૮ પાસેના ટ્રેક પર ડિઝલ એન્જિનને લાવવામાં આવ્યુ હતું અને અન્ય ટ્રેક પર લઇ જવા માટે સેન્ટિંગ વખતે એન્જિનના આગળના બે વ્હિલ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જેના કારણે દિલ્હી-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ જાય તેવી સ્થિતિ આવી ગઇ હતી. એન્જિનને ટ્રેક પર લાવવા માટે એક્સિડેન્ટલ રિલિફ વેન (ટ્રેન)ની મદદ લેવામાં આવી હતી અને હાઇ કેપિસિટી જેક દ્વારા એન્જિનના વ્હિલ ફરીથી ટ્રેક પર ગોઠવી દેવાયા હતા. આ કામગીરી માટે આશરે ૪૫ મિનિટનો સમય લાગ્યો હતો. આ દરમિયાન આ ટ્રેક પરથી દિલ્હી મુંબઇ શતાબ્દી એક્સપ્રેસ પણ પસાર થવાની હતી જો કે શતાબ્દીને અન્ય ટ્રેક પર ડાયવર્ટ કરી દેવાઇ હતી જ્યારે નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં અન્ય ડિઝલ એન્જિન જોડી દેવાયુ હતુ એટલે કોઇ ટ્રેન મોડી પડી ન હતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CO95Gi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages