નવી દિલ્હી,તા.11.માર્ચ 2019, સોમવાર
મોહાલી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 358 રનનુ વિશાળ ટાર્ગેટ ચેઝ કરીને સિરિઝમાં 2-2થી બરાબરી કરી છે.હવે અંતિમ વન ડેમાં સિરિઝ જીતવા બંને ટીમો એડી ચોટીનુ જોર લગાવશે.
જોકે આ વન ડેમાં ઓસી બેટસમેન એશ્ટન ટર્નરે 43 બોલમાં 84 રનની ધુંઆધાર બેટિંગ કરીને ભારતના હાથમાંથી જીત ખૂંચવી લીધી હતી.ટર્નર ઓસ્ટ્રેલિયા માટે તો ભારત માટે ઋષભ પંત વિલન સાબિત થયો હતો.
ધોનીની ગેરહાજરીમાં પંતને ટીમમાં સ્થાન મળ્યુ હતુ પણ વિકેટ કિપિંગમાં તેની નબળાઈ ઉડીને આંખે વળગી હતી.એક તબક્કે ક્રિકેટ ચાહકોના એક વર્ગે ધોનીની ખોટ પડી રહી હોવાનુ પણ અનુભવ્યુ હતુ.વિકેટ પાછળ ટર્નરનુ સ્ટમ્પિંગ કરવાનો મોકો પંતે ગુમાવ્યો હતો અને તેની સાથે ભારતે મેચ પણ ગુમાવી દીધી હતી.તે વખતે ટર્નર 38 રન પર રમી રહ્યો હતો.મેચની 44મી ઓવરમાં ચહલની બોલિંગમાં ક્રિઝની બહાર નીકળીને શોટ રમવાનુ ટર્નર ચુકી ગયો હતો.
જોકે વિકેટની પાછળ પંત બોલ કલેક્ટ નહી કરી શકતા ટર્નરને જીવતદાન મળી ગયુ હતુ.એ પછી ટર્નરે ભારતીય બોલરોને તોફાની બેટિંગ કરીને મેદાનની ચારે તરફ બેરહેમીપુર્વક ફટકાર્યા હતા.
પંતે એક નહી અનેક વખત કિપિંગમાં ભૂલો કરી હતી અને મેદાન પર દર્શકોનુ એક જૂથ ધોની...ધોની...ના નારા લગાવતુ દેખાયુ હતુ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J1nCUz
No comments:
Post a Comment