
- આયુર્વેદીક દૃષ્ટીએ આ વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે:વનવાસીઓ તેને દેવ-દેવી તરીકે પૂજે છે પણ વૃક્ષ લુપ્ત થઈ રહ્યા છે
કરચેલિયા, તા. 9 માર્ચ 2019, શનિવાર
માનવ જાતિ માટે આર્શીવાદરૂપ 'ચોર આમલા'નું વૃક્ષ હવે દક્ષિણ ગુજરાતમાં આવેલા જંગલોમાં ભગ્યે જ જોવા મળે છે. વનવિભાગની લાપરવાહીને કારણે ગુજરાતમાં જેમ વાઘની વસ્તી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. તેમ આ ચોર આમલાનાં વૃક્ષનાં અસ્તિત્વ સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગ ચોર આમલાનાં વૃક્ષનાં અસ્તિત્વ સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી ચોર આમલાનાં વૃક્ષ હજી સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં ક્યાંક જોવા મળે છે.
મહુવા તાલુકામાં ચોર આમલાના એક દોકલ વૃક્ષો જોવા મળે છે. જાણકારો આ વૃક્ષને દેવ દેવી સ્વરૂપ પૂજનીય માને છે. મહુવા તાલુકાનાં ઓંડચ ગામે સુભાષભાઈ ઈશ્વરભાઈ નાચકાનાં આંગણે ઉપર અને નારીનાં સ્વરૂપમાં ચોર આમલો જોવા મળે છે. આ અંગે માહિતી આપતા સુભાષભાઈએ કહ્યું કે, ર૦૦ વર્ષ પહેલાનું અમારા ઘરનાં આંગણે ઉભુ છે આ વૃક્ષ સાંધાના દુઃખાવા ઉપરાંત સ્ત્રી રોગ માટે ઘણું ઉપયોગી હોવાથી દુર-દુરથી લોકો આવી તેની છાલ કાપી આર્યુવૈદિક દવા માટે ઉપયોગમાં લે છે. આ વૃક્ષ ઉપર વર્ષમાં એક વાર ફૂલ આવે છે અને ફૂલ રાત્રે આવી દિવસે મુરઝાઈ જાય છે.
આના ફળો પણ સવિશેષ ઉપયોગ થાય છે. આ વૃક્ષ ખેડૂતોનાં ઋતુચક્ર માટે પણ ઉપયોગી છે. ઉનાળા પછી વૃક્ષ ઉપર નવી કૂંપળો આવી લીલુછમ ઘાટીલું બની જાય છે. ત્યારે ખેડૂતો આ વૃક્ષને જોઈ ખેતી કામે લાગી જાય છે. આવું એક વૃક્ષ મહુવા તાલુકાનાં નળધરા ગામમાં ભરતભાઈ રાવજીભાઈ ચૌધરીનાં ખેતરની પાળે છેલ્લી ૪ પેઢીથી ઉભું છે. તેમના કહેવા મુજબ લોકો આ વૃક્ષ ભરની છાલ લઈ જઈ આયુર્વેદિક દવાનાં ઉપયોગ કરી રહ્યાં છે. જેથી અમે પણ વંશ પરંપરાગત આ વૃક્ષનું જતન કરી રહ્યા છે. વન વિભાગ, જંગલ ખાતુ આવા કિંમતી વૃક્ષનું દક્ષિણ ગુજરાતની ધરતી પરનું ઘરેણું જલાઉ લાકડામાં ખપી નહીં જાય એ માટે દેખરેખ રાખે તે જરૂરી છે.
પહેલાનાં જમાનામાં આવા વૃક્ષોમાં બાકોરૂ પાડી ચોરો સંતાઈ જતા હતા
આ વૃક્ષનો એટલો બધો ઘેરાવો છે કે પહેલાનાં જમાનામાં આવા વૃક્ષોમાં બાકોરૂ પાડી ચોરો છુપાઈ જતા હતાં. જેથી તેનું નામ 'ચોર આમલો' નામ પડયું હતું. ઘણા લોકો આને 'રૂખડો ટ્રી'નાં નામે પણ ઓળખે છે. જોકે કેટલા વનસ્પતિ શાસ્ત્રમાં રસ ધરાવતા હોવાથી પરદેશથી આવેલા લોકો તેનું બી સાથે લઈ જાય છે. સામાન્ય રીતે આ વૃક્ષ નર જાતિમાં જોવા મળે છે પણ આંડેચ ગામમાં નર અને નારી એમ બે વૃક્ષ હોવાથી તેનું મહત્વ અનેક ગણુ અંકાઈ રહ્યું છે. છેક આહવા-ડાંગ કે વઘઈથી પણ આદિવાસી જનતા દેવ સ્વરૂપે તેની પુજા કરવા આવે છે. નારી ફળ અને ફૂલ આપે છે. જ્યાં આવા વૃક્ષો હોય ફળ અને ફૂલ જોવા મળે ત્યારે અચૂક માનવુ કે આ નારી જાતિનું વૃક્ષ છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XN3cCi
No comments:
Post a Comment