
(પીટીઆઇ) લંડન, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર
ભારતના આર્થિક અપરાધીઓ પ્રત્યાર્પણથી બચવા માટે બ્રિટનની કોર્ટોમાં એક પછી એક અરજીઓ કરી રહ્યાં છે. એક તરફ વિજય માલ્યાએ હાઇકોર્ટમાં અપીલ કરવા માટે માગોલી મંજૂરી માટેની અરજી આગળના તબક્કે પહોંચાડવામાં આવી છે તો બીજી તરફ જામીન માટેની નીરવ મોદીએ કરેલી બીજી અરજીની આવતીકાલે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી થવાની છે.
આ માટે આવતીકાલે નીરવ મોદીને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બ્રિટનના ન્યાયવિભાગના પ્રવક્તાએ જણાવ્યું છે કે તમામ દસ્તાવેજો મળી ગયા છે અને આના આધારે કેસની સુનાવણી ક્યા સિંગલ જજને સોંપવામાં આવશે તે જોવાનું છે.
જો કે માલ્યાની અરજીની મંજૂરી માટે કોઇ સમય નિશ્ચિત કરવામાં આવ્યો ન હોવાથી આગામી કેટલાક સપ્તાહમાં જાણવા મળશે કે માલ્યાને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે કે નહીં.કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા ૬૨ વર્ષીય માલ્યાને ૯૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કેસમાં ભારતમાં વોન્ટેડ છે.
ગયા વર્ષે માલ્યાના કેસની સુનાવણી દરમિયાન ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે જણાવ્યું હતું કે ભારતમાં કથિત છેતરપિંડી આચરવા બદલ ભારતીય કોર્ટમાં માલ્યાને જવાબ આપવા પડશે. બે દિવસ પહેલા માલ્યાએ સોશિયલ મીડિયા પર ભારતીય બેેંકોની ટીકા કરતા જણાવ્યું હતું કે જે રીતે તેમણે જેટ એરવેઝને બચાવી લીધી તે રીતે તે કિંગફિશર એરલાઇન્સને પણ બચાવી શક્યા હોત.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TCAWyR
No comments:
Post a Comment