અહો, વૈચિત્રમ! રશિયામાં નગ્નાવસ્થામાં વિમાનમાં જવાનો પ્રયાસ કરનારની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

અહો, વૈચિત્રમ! રશિયામાં નગ્નાવસ્થામાં વિમાનમાં જવાનો પ્રયાસ કરનારની ધરપકડ


મોસ્કો, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર

રશિયાનું એક વિચિત્ર વિડીયો સોશિયલ  મીડિયામાં વાયરલ થયું છે જેમાં એક નિવસ્ત્ર પેસેન્જર વિમાનમાં બેસવા લાઇનમાં ઊભો હોય એવું દેખાય છે.વિડીયોમાં અન્ય મુસાફરો પણ વિમાનમાં બેસવા લાઇનમાં ઊભેલા દેખાય છે, જ્યારે સંપૂર્ણ નગ્નાવસ્થામાં આવેલા એ વ્યક્તિ શાંતિથી લાઇનમાં ઊભેલી દેખાય છે. 

અન્ય મુસાફરો ભાગ્યેજ તેના આ વર્તનથી  પ્રભાવિત થયા હોય તેવું દેખાય છે. લાઇનમાં ઊભા રહીને એ વ્યક્તિ ગળામાં નાંખેલા કોઇ લોકેટને ચુમે છે જે કદાચ ધાર્મિક ચિન્હ હશે.

રશિયન માધ્યમો અનુસાર, એ પેસેન્જર મોસ્કોના દોમોદેદોવ એરપોર્ટમાં ક્રિમીયા જવા યુરલ એરલાઇનના વિમાનમાં  બેસવાની તૈયારીમાં હતો  ત્યારે જ સ્ટાફે તેને રોકી લીધો હતો. તરત જ તેને હાથકડી પહેરાવી દેવામાં આવી હતી અને પોલીસ તેને પકડીને લઇ ગઇ હતી.સ્થાનિક માધ્યમો અનુસાર, એ વ્યક્તિએ આગ્રહ કર્યો હતો કે કપડાં કાઢી નાંખતા વ્યક્તિનું શરીર ઘન પદાર્થ કરતાં પણ હળવું બની જાય છે અને વિમાનમાં ઉડવાની સરળતા રહે છે.

એક અન્ય મુસાફરે કહ્યું હતું કે નગ્ન વ્યક્તિ દારૃના નશામાં નહતો. પણ એણે જાહેરમાં જ કપડાં કાઢી નાંખ્યા હતા અને શાંતિથી લાઇનમાં ઊભો થઇ ગયો હતો. રશિયન આંતરિક મંત્રાલયે કહ્યું હતું કે  ૩૮ વર્ષની એ વ્યક્તિ યાકુત્સકની નિવાસી છે, પરંતુ રહે છે મોસ્કો ક્ષેત્રમાં. એક અધિકારીએ કહ્યું હતું કે તેને માનસિક સારવાર માટે મેડિકલ રૃમમાં લઇ જવામાં આવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HZxNa3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages