બ્રેક્ઝિટના એક પણ વિકલ્પને બ્રિટનની સંસદમાં બહુમતી નહીં : સોમવારે ફરી વોટિંગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

બ્રેક્ઝિટના એક પણ વિકલ્પને બ્રિટનની સંસદમાં બહુમતી નહીં : સોમવારે ફરી વોટિંગ


(પીટીઆઇ) લંડન, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર

બ્રિટનના સાંસદોએ બ્રેક્ઝિટના મુદ્દે અલગ અલગ આઠ વિકલ્પ પર મતદાન કર્યું હતું. પરંતુ એકપણ વિકલ્પને સંસદમાં બહુમતી મળી નહતી કે જેથી થેરેસાને રાહત મળે. વડા પ્રધાન થેરેસા મેના બે વખતના પરાજીત ડાયવર્સ કરારનો વિકલ્પ શોધવા સંસદમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

બુધવારે સાંસદોએ વિકલ્પો પર મતદાન કર્યું હતું જેમાં કોઇપણ જાતના કરાર વગર નીકળી જવાનો, સિંગલ માર્કેટ અને બ્લોકના કસ્ટમમાં રહેવું, યુરોપીયન સંઘ સાથે ડાયવર્સના કોઇ પણ મુદ્દાને લોકમત માટે મૂકવા અને જો નો ડીલ સાથે નીકળવાની નોબત આવે તો  બ્રેક્ઝિટને રદ કરવાનો સમાવેશ થતો હતો.

 સૌથી મજબૂત ટેકો બ્રક્ઝિટ પછી બ્લોક સાથે કસ્ટમ યુનિયનમાં રહેવાનો મળ્યો હતો. જો કે તેનો પણ ૨૭૨ વિરૃધ્ધ ૨૬૪ મતે પરાજય થયો હતો. સાંસદો હવે વિકલ્પની યાદીને નાની કરીને સોમવારે ફરી મતદાન અંગે વિચારે છે. બ્રિટનને ૧૨ એપ્રિલ સુધી એક નવું પ્લાન શોધવું પડશે અથવા તો કોઇ પણ જાતના કરાર વગર યુરોપીયન સંઘમાંથી નીકળી જવું પડશે. વડા પ્રધાન મેની સરકારને પરેશાન કરતી  ઉત્તરીય આયરલેન્ડની એક પાર્ટીએ કહ્યું હતું કે  તેઓ મેના બે્રક્ઝિટ પ્લાનને ટેકો નહીં આપે.

આમ  સંસદમાં કરારને મંજૂર કરાવવાની મેની આશા પર પાણી ફરી વળ્યું હતું. ડેમોક્રેટિક યુનિનિસ્ટ પાર્ટીએ બુધવારે કહ્યું હતું કે  બ્રક્ઝિટ પછી યુકેની ઉત્તરીય આયરલેન્ડ સાથેની સરહદ અને યુરોપીયન સંઘ સાથેની ઉત્તરીય આયરલેન્ડની  સરદહને ખુલ્લી રાખવાની જોગવાઇ હોવાના કારણે તેઓ  મેને ટેકો નહીં આપે. બ્રિટિશ યુનિયનિસ્ટ તરફી પાર્ટીએ આ જોગવાઇનો એટલા માટે વિરોધ કર્યો હતો કે તેના કારણે યુકેના બાકીના ભાગને અને ઉત્તરીય આયરલેન્ડ વચ્ચેના સબંધોને કમજોર કરી નાંખશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FGTWbI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages