ગાંધીધામમાં બ્રાન્ચ મેનેજર દ્વારા પરિણીતાનું સતત એક વર્ષ શારીરિક શોષણ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ગાંધીધામમાં બ્રાન્ચ મેનેજર દ્વારા પરિણીતાનું સતત એક વર્ષ શારીરિક શોષણ

ગાંધીધામ,તા.ર૪

ગાંધીધામના શક્તિનગર ખાતે રહેતી એક પરિણીતા સાથે ઓફિસના બોસે એક વર્ષ સુાધી શારિરીક શોષણ કર્યું હોવાનો ચોક્કાવનારો મામલો બહાર આવ્યો હતો. વળી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ભોગબનનારના પતિનો મિત્ર થતો હોવાનુ પણ પ્રકાશમાં આવ્યું હતું. હતાશ થઈ ગયેલી પરિણીતાને મહિલા સંગઠને મદદ કરતા આખરે પોલીસ ફરિયાદ થઈ છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અંદાજે ૪૦ વર્ષિય એક પરિણીત મહિલાએ આરોપી તરીકે રીલાયન્સ નિપોન લાઈફ ઈન્સોરન્સ ગાંધીધામ નો બ્રાન્ચ મેનેજર મધુકર દિનેશ રાઠોડ (પ્લોટ નં.૧પ૬, સર્વે નં.૧૭ર, બાગેશ્વરી બંગલોઝ, મેઘપર બોરીચી, અંજાર) સામે ગુન્હો નોંધાવ્યો હતો. ભોગ બનનાર મહિલાના લગ્ન ર૦૦પમાં થયા હતા. તેઓને બે સંતાનો છે. પતિએ પત્નીને ઘર ખર્ચના રૃપિયા આપવાનું બંધ કરી દીધું હતું. વારંવાર પિયરેાથી રૃપીયા લઈ આવવા ફરજ પાડતો હતો. પતિ-પત્ની ઘરમાં અલગ-અલગ રૃમમાં રહેતા હતા. ભોગ બનનાર ત્યારે ખૂબ જ ડીપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. તેવામાં ઘર ખર્ચ કાઢવા તેણે આ રીલાયન્સ નિપોન લાઈફ ઈન્સોરન્સમાં નોકરી શરૃ કરી હતી. મેનેજર મધુકર ભોગબનનારના પતિનો મિત્ર હતો. તેાથી પરિણીતા તેની સાથે પોતાના પતિના સંબંધો અંગે વાતચીત કરતી હતી. મધુકર નોકરીમાં પરિણીતાની મદદ કરતો હતો. થોડા મહિનામાં મધુકરે પરિણીતાનો વિશ્વાસ મેળવી લીધો હતો. તેવામાં જુન ર૦૧૭માં એક દિવસ મધુકર બપોરે પરિણીતાના ઘરે ગયો હતો. ઘરે બેડરૃમમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે કોઈને કહેશે તો નોકરીમાંથી કાઢી નાંખવા અને બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ મધુકરે સતત એક વર્ષ સુાધી ભોગબનનારનું અવાર-નવાર જુદી-જુદી જગ્યાએ શારીરિક શોષણ કર્યું હતું.મધુકરે માંડવીની હોટલો, અમદાવાદ તાથા મેઘપર બોરીચીમાં આવેલા પોતાના ઘરે બળાત્કાર કર્યો હતો. આરોપીએ ભોગબનનારને તેના બાળકો ગુમ કરી દેવાની પણ ધમકી આપી હતી. કંટાળીને પરિણીતાએ નોકરી પણ બદલાવી નાંખી હતી.  હતાશ થઈ ગયેલા પરિણીતાએ મહિલા સંગઠનની મદદ લીધી હતી. અંગે આરોપી સામે ફરિયાદ થઈ છે.

પતિએ કોઈ મદદ ન કરી 

ભોગ બનનાર અને તેના પતિ વચ્ચે સંબંધો સારા ન હતા. આરોપીએ અવાર-નવાર શારીરિક શોષણ કર્યા બાદ પરિણીતાએ તેના પતિને આ અંગે જાણ કરી હતી. પરંતુ પત્નિને સાથ આપવાને બદલે પતિએ કઈ પણ કર્યું ન હતું. પતિએ બેફિકરાઈાથી પોતાને કઈ ફરક પડતો નાથી તેવું જણાવી દીધું હતું.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTZVLK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages