અમદાવાદ, સોમવાર
આમ તો ભાષા થકી જ માનવીનું ઘડતર થાય છે, આજે વિકસેલી સંસ્કૃતિ અને વિશ્વના મુળમાં પણ ભાષા જ રહેલી છે. પરંતુ ભાષાના કારણે કોઈના વિકાસમાં અવરોધ પેદા થાય તેવું બની શકે ખરૃ! ગુજરાતના છેવાડાના જિલ્લા કચ્છમાં આવું જ કંઈક બની રહ્યું છે. ગુજરાતી કરતા સાવ અલગ જ કચ્છ પ્રદેશની પોતાની એક આગવી ભાષા છે. કચ્છના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાતી, સિનૃધી અને હિન્દી ભાષાના મિશ્રણ સમાન પોતાની મુળભુત કચ્છી ભાષા જ બોલચાલ અને વ્યવહારમાં છે. પરિણામે આ ભાષામાં જ સમજણા થયેલા બાળકોને જ્યારે શાળામાં પ્રવેશ કરતા જ શિક્ષકો શુદ્ધ ગુજરાતીમાં અભ્યાસ કરાવે ત્યારે બાળકો કંઈ જ સમજી કે શીખી શકતા નાથી. આવા બાળકોની સંખ્યા ૧૦૦-ર૦૦ કે પ૦૦-૭૦૦ નહીં, પરંતુ ૩પાથી ૪૦ હજાર જેટલી થવા જાય છે!
કાઠીયાવાડ, ઝાલાવાડ, હાલાર, ચરોતર, ગોહિલવાડ, ઉત્તર કે દક્ષિણ ગુજરાતની બોલીઓમાં તફાવત હોય તે સામાન્ય બાબત છે, પણ આ તફાવત સહેજ અભ્યાસાથી પારખી શકાય તેવો હોય છે. પરંતુ કચ્છની ભાષામાં આવું થઈ શકતું નાથી છે. 'આપણા કચ્છની વાતો' તેવું વાક્ય કચ્છી ભાષામાં કહેવું હોય તો 'પાંજે કચ્છજી ગાલીયુ' તેમ બોલાય છે! આ બાબત જ બાળકોના ઘડતરમાં અવરોધરૃપ બની રહી છે.
કચ્છના બન્ની-પચ્છમ, લખપત, અબડાસા સહિતના અનેક વિસ્તારોમાં આજે પણ રહેણી-કહેણીમાં સંપૂર્ણપણે પરંપરાગત કચ્છી ભાષાનો જ ઉપયોગ થાય છે. ભુજ, ગાંધીધામ, રાપર, ભચાઉ જેવા શહેરોમાં શુદ્ધ ગુજરાતી ભાષાનું ચલણ વધ્યું છે, અહી મૂળભુત કચ્છી ભાષા ભુલાઈ રહી છે. પણ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા મોટાભાગના લોકોના વ્યવહારમાં કચ્છી ભાષા જ છે.
આવા પરિવારમાં જન્મ લેનાર બાળક સમજણો થાય ત્યારાથી પરંપરાગત કચ્છી ભાષામાં કેળવાય છે, પાંચ વર્ષના બાળકને શાળામાં દાખલ કરવામાં આવે ત્યારે ખરી મૂશ્કેલી શરૃ થાય છે. કારણ કે શિક્ષક કચ્છી ભાષા જાણતા હોતા નાથી! ગુજરાતી ભાષામાં અભ્યાસ કરાવતા શિક્ષકની વાતો બાળકો સમજી શકતા નાથી. માટે શિક્ષણ ભારરૃપ લાગતા બાળકો શાળાએ જવાનું ટાળે છે. જ્યારે બાળકો પાસેાથી જોઈએ તેવો પ્રતિભાવ ન મળતા શિક્ષકોને નોકરીમાંથી રસ ઉડી જાય છે. કચ્છ જિલ્લામાં આજ સુાધી મોટાભાગે બહારના જિલ્લાના શિક્ષકો જ નિમણૂંક પામતા હતા. પરિણામે તેઓ કચ્છી ભાષાથી અજાણ હોય છે. આ સમસ્યા અંગે શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ધો.૧થી ૪માં અભ્યાસ કરતા બાળકોને ભાષાનો અવરોધ નડે છે. બાદમાં પાંચમા ધોરણાથી બાળક સમજદાર બની જતું હોવાથી ગુજરાતી ભાષા સમજી શકે છે. કચ્છમાં હાલ સરકારી, ગ્રાન્ટેન્ડ અને ખાનગી મળી કુલ ર૧૦૦થી વાધારે પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૩.પ૦ લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ૧૦ હજારાથી વધુ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. આ પૈકી કચ્છના શૈક્ષણિક રીતે પછાત વિસ્તારના ૩પાથી ૪૦ હજાર બાળકો અભ્યાસમાં ભાષાની સમસ્યાથી પ્રભાવિત છે.
શિક્ષણના અભાવે કચ્છમાંથી શિક્ષક બનતા ઉમેદવારો પણ ઓછા!
કચ્છમાં યોગ્ય શિક્ષણના અભાવે આ જિલ્લામાંથી શિક્ષક બન્યા હોય તેવા ઉમેદવારોની સંખ્યા પણ અત્યાર સુાધી ખુબ ઓછી રહી છે! પરિણામે ફરજીયાતપણે બહારના જિલ્લાના શિક્ષકોએ અહીં નિમણૂંક આપવી પડે છે. આ શિક્ષકો કચ્છી ભાષા જાણતા હોતા નાથી. કચ્છમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી અહીના જ વતની હોય તેવા શિક્ષકોની સંખ્યા પણ ઓછી છે. વર્ષોથી કચ્છમાં રહેતા બહારના જિલ્લાના શિક્ષકો કચ્છી શીખી ગયા છે. પણ તાજી નિમણૂંક પામેલા શિક્ષકોને કચ્છી ભાષા આવડતી હોતી નાથી. હવે ધીમે ધીમે કચ્છના ઉમેદવારો પણ શિક્ષકો બનવા માંડયા છે.
કચ્છી ભાષાના શબ્દોની ઓળખ કરવા સોફ્ટવેર બનાવ્યો
કચ્છના પ્રાથમિક શિક્ષણાિધકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, નવા શિક્ષકોની ભરતી થાય તેને કચ્છી ભાષાની ખાસ તાલિમ આપવામાં આવે છે. આ ઉપરાંત સમયાંતરે પણ કચ્છી ભાષાના તાલિમ કાર્યક્રમો યોજવામાં આવે છે. કચ્છી ભાષાના શબ્દોની ગુજરાતીમાં ઓળખ કરવા માટે ખાસ સોફ્ટવેર હાલમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ભાષા અવરોધ દૂર કરવાના તબક્કાવાર પગલા લેવાઈ રહ્યા છે. અલબત, આ બાબત પડકારરૃપ છે.
ભારતમાં અધિકૃત ભાષાનો દરજ્જો ધરાવતી કચ્છી પાકિસ્તાનમાં પણ બોલાય છે
સિંધી ભાષા સાથે ઘણુ સામ્ય ધરાવતી કચ્છી ભાષા પાકિસ્તાનના સિંધ પ્રાંતના અમુક વિસ્તારમાં અને મુંબઈમાં પણ બોલાય છે. એક અંદાજ અનુસાર ઈન્ડો-આર્યન સમુહની આ ભાષા બોલનાર લોકોની સંખ્યા ૮.૭૩ લાખ જેટલી છે. જે અન્ય ભાષાઓની સરખામણીએ ખુબ ઓછી છે. આ ભાષા જાળવી રાખવી પણ એટલું જ મહત્વનું છે. સામાન્ય રીતે લોકો કચ્છી ભાષાને બોલી તરીકે સમજે છે, પણ ભારતની અિધકૃત ભાષાની યાદીમાં તેને સૃથાન મળેલું છે. કચ્છી ભાષા એક સ્વતંત્ર ભાષા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tzt0hZ
No comments:
Post a Comment