ભુજની ડિઝલ ચોરીનો ભેદ ઉકેલાયો ઃ બેની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ભુજની ડિઝલ ચોરીનો ભેદ ઉકેલાયો ઃ બેની ધરપકડ

ભુજ,રવિવાર

એલસીબીની ટીમે ડિઝલ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલી પાડયો છે. આ કિસ્સામાં આરોપીઓની ધરપકડ કરીને તેની ઉલટ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ શહેરના આત્મારામ સર્કલ પાસે કાર નંબર જી.જે.૧ર એ.કે.૯૯૮પમાં સવાર અકબર ઈબ્રાહીમ સમા અને રીયાઝ રાયબ સમા રહેવાસી ખાવડા ના કબ્જામાંથી ૩પ લીટરના આઠ કેરબા મળી આવ્યા હતા જે અંગેના કોઈપણ જાતના આાધાર-પુરાવા મળી આવ્યા ન હતા. એક મહિના પૂર્વે આ બન્ને ઈસમોએ નાના દિનારાના મજીદ બીધીયા સમા સાથે મળીને રાત્રિના ભુજના અમનનગર ચાર રસ્તા પાસે ટેમ્પામાંથી ડિઝલ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. પોલીસે આ કેસમાં વાહન સહિત ર,૧૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને બી ડીવીઝન પોલીસના હવાલે કર્યાે છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uuaFIQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages