ઉદય ચોપરાએ આત્મહત્યાની ટ્વીટ 'ડાર્ક હ્યુમર' ગણાવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ઉદય ચોપરાએ આત્મહત્યાની ટ્વીટ 'ડાર્ક હ્યુમર' ગણાવી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  25 માર્ચ 2019, સોમવાર

ઉદય ચોપરાએ તાજેતરમાં ટ્વિટ કરીને આત્મહત્યા કરવાના વિચારો આવે છે. તેમ જણાવ્યું હતું. તેના  આ ટિવટ થી લોકો ચિંતિત થઇ ગયા હતા. પરંતુ પાછળથી ઉદય ચોપરાએ તેના આત્મહત્યાને લગતા બન્ને ટ્વિટ ડીલિટ કરીને નવું ટ્વિટ કર્યું હતું કે, તે મજામાં છે. તેની ચિંતા કરશો નહીં.

'' મારી આત્મહત્યાના ટ્વિટને કારણે ઘણા લોકો ચિંતામાં ગરકાવ થઈ  ગયા છે. પરંતુ હું ઠીક છું. મેં ફક્ત મજાક માટે જ ટ્વિટ કર્યું હતું, પરંતુ લોકોને મારા ટ્વિટને કારણે ગેરસમજ થઇ છે, તમારા પ્રેમ માટે આભાર,'' આવું બીજું એક ટ્વિટ ઉદય ચોપરાએ કરીને પોતે ઠીક હોવાનું જણાવ્યું છે. 

ઉદયે   સાલ ૨૦૦૦માં ફિલ્મ 'મહોબબ્તે ફિલ્મમાં કામ કરીને બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી હતી. યશરાજના બેનર હેઠળ બનેલી ઘણી ફિલ્મોમાં તેણે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે.ફિલ્મ'ધૂમ'નો પણ તે હિસ્સો બન્યો હતો. ઉદય અને નરગિસ ફખ્રીના પ્રેમ અને બ્રેકઅપ પણ ચર્ચામાં હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wuz6lJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages