રોહિત શેટ્ટીની આગામી ફિલ્મમાં કેટરિના કૈફના નામની ચર્ચા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

રોહિત શેટ્ટીની આગામી ફિલ્મમાં કેટરિના કૈફના નામની ચર્ચા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 માર્ચ 2019, સોમવાર

રોહિત શેટ્ટીએ પોલીસ પર બનાવેલી દરેક ફિલમો બોક્સ ઓફિસ પર સફળ નીવડી  છે. આમાં અજય દેવગણની 'સિંઘમ', રણવીર સિંહની 'સિમ્બા' જેવી સુપરહિટ ફિલ્મ સામેલ છે. હવે રોહિત અક્ષય કુમારને લઇને ફરી એક ફિલ્મ 'સૂર્યવંશી' બનાવી રહ્યો છેે જેમાં અક્ષય પોલીસની ભૂમિકામાં જોવા મળશે. 

આ ફિલ્મની ઘોષણા બાદ જ ફિલ્મની હિરોઇન વિશે વિવિધ અટકળો બોલીવૂડમાં થઇ રહી છે. કહેવાય છે કે, કેટરિના કૈફ આ સ્પર્ધામાં સૌથી આગળ છે. રોહિત શેટ્ટી તો અક્ષય સાથે અન્ય કોઇ  અભિનેત્રીને લેવાનું વિચારી રહ્યો છે. પરંતુ અક્ષય કુમારનો આગ્રહ છે કે, કેટરિનાને આ ફિલ્મમાં લેવામાં આવે. જો  આ માગણી સ્વીકારાશે તો અક્ષય અન ેકેટરિના ફરી એક વખત સાથે ચમકશે. આ પહેલા આ જોડીએ 'વેલકમ, તીસ માર ખાન, સિંગ ઇઝ કિંગ, દે ધના ધન, હમકો દીવાના કર ગયે' જેવી ફિલ્મો કરી છે. 

સૂત્રનું કહેવું એમ પણ છે કે, કેટરિનાનું નામ હીરોઈન તરીકે  ફાઇનલ કરી દેવામાં આવ્યું છે, અને જલદી સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. જોકે રોહિતે આ ફિલ્મની હિરોઇન વિશે રહસ્ય હજી જાળવી જ રાખ્યુ ંહોવાથી આ ફિલ્મની હિરોઇન અંગેનો અટકળનો અંત આવતો નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HGNfZk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages