
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 25 માર્ચ 2019, સોમવાર
'હિંદી મિડીયમ ટુ' સિકવલનું શિર્ષક હવે 'ઇંગ્લિશ મીડિયમ' નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઇરફાનની પુત્રી અમેરિકા વધુ અભ્યાસ અર્થે ગઇ છે તે દાખવવામાં આવશે. તેથી આંતરરાષ્ટ્રીય દર્શકોને ધ્યાનમાં રાખીને આ શિર્ષક રાખવાનો નિર્ણય લેવાયો છે.
'હિંદી મીડિયમ ટુ' ફક્ત કામચલાઉ શિર્ષક હતું. હવે સ્ક્રિપ્ટને લોક કરી દીધી છે, તેથી ફિલ્મસર્જકે વિષયને અનુરૂપ શિર્ષક રાખવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં સમય અને દેશનો 'લિપ' આવશે. આ ફિલ્મ અમેરિકા વધુ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પર ફોકસ કરવામાં આવી છે. તેથી 'ઇંગ્લિશ મીડિયમ' શિર્ષક યોગ્ય લાગ્યું, તેમ સૂત્રે જણાવ્યું હતું.
અમેરિકામાં ભારત તેમજ વિદેશથી વધુ અભ્યાસ માટે વિદ્યાથીઓ આવતા હોય છે. જેમની પ્રથમ ભાષા ભારતીય હોતી નથી. '' આ ફિલ્મ ફક્ત હિંદી મીડિયમમાંથી આવતા વિદ્યાર્થીઓને અંગ્રેજીની તકલીફ પડે છે તેના પર પ્રકાશ ન નાખતાં એ પણ દર્શાવશે કે અન્ય દેશોના વિદ્યાર્થીઓની પ્રથમ ભાષા અંગ્રેજી નથી તેમને પણ અંગ્રેજીમાં તકલીફ પડે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને દિગ્દર્શકે ફિલ્મનું શિર્ષક બદલાવ્યું છે. તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું. ઇરફાનની પત્ની તરીકે હજી કઇ અભિનેત્રી હશે તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FA2nWs
No comments:
Post a Comment