
સોરી ...મારે ચૂંટણી નથી લડવી એવું બોલનારાની સંખ્યા વધી રહી છે. જેે લોકો સમૃધ્ધ છે અને જ ેલોકો ભૂતકાળમાં રાજકીય સત્તાનો સ્વાદ લઇ ચૂક્યા છે તેવા અનેક લોકોએ લોકસભાના જંગમાં ટીકીટ મેળવવા માટેની દોડમાં રહેવાના બદલે પોતે ચૂંટણી લડવા માંગતા નથી એમ જાહેર કરીને પોતાના પક્ષને સામે ચાલીને થોડી રાહત કરી આપી છે.
ભારતમાં રાજકીય સત્તા મેળવવા માટે તો તોડફોડ થાય છે અને લાખો ખર્ચીને પોતાનું લોબીંગ કરાવનારા લોકો ઉજાગરા કરતા હોય છે. આ સ્થિતિમાં જ્યારે કોઇ મજબુત ઉમેદવાર એમ કહે કે મારે ચૂંટણી નથી લડવી એમ કહેતા વીરલા જોવા મળે ત્યારે આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે.
હકીકત એ છે કે જે લોકો મજબુત છે તે ચૂંટણી લડવાની ના પાડે તેની પાછળ ચોક્ક્સ કારણો હોય છે. ઉદાહરણ તરીકે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ચૂંટણી જાહેર થઇ તે પહેલાંજ કહી દીધું હતું કે મારી તબિયતના કારણે હું ચૂંટણી લડવાની નથી.
તે પછી ઉમા ભારતીએ પણ ચૂંટણી લડવાની નારાજગી બતાવી હતી. આ બંને ભાજપના મજબુત ચહેરાઓ છે. તેમને ટીકીટ મેળવવા કોઇ લોબીંગ કે સિફારસની જરુર નથી પડતી. તેમ છતાં તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
કેટલાક નેતાઓ ચૂંટણીથી દુર નથી ભાગતા પણ તેમની તબિયત તેમને સપોર્ટ નથી કરતી. હકીકત તો એ છે કે જુનિયરો માટે પણ જગ્યા કરી આપવી જોઇએ.
કેટલાક લોકો એમ માને છે કે તેમને ટીકીટ મળવાની નથી એટલે તે અગાઉથીજ દ્રાક્ષ ખાટી છે એમ કહીને મેદાન છોડવાની વાત કરે છે. ભારતમાં રાજકીય સત્તા મહત્વની છે પરંતુ હવે તે આસાન નથી કેમકે લોકોને જવાબ આપવો પડે એવી સ્થિતિ છે. મતદારેા જાગૃત બનવા લાગ્યા છે તે એમ બતાવે છે કે જો ચૂંટાયેલા ઉમેદવાર કામ નહીં કરે તો તેને તેમજ તેના પક્ષને પણ જવાબ આપવો પડે છે. એટલે જ રાજકીય પક્ષો હવે વિચારીને પસંદગી કરતા થયા છે.
પ્રાદેશિક પક્ષોનું જોર હજુ ઉત્તર પ્રદેશ, બિહાર , પ,બંગાળ અને દક્ષિણના રાજ્યોમાં જોવા મળે છે. પ્રાદેશિક પક્ષો ટીકીટ ફાળવતી વખતેે પૈસાને મહત્વ આપે છે એટલેજ તે ધીરે ધીરેે ક્ષીણ થઇ રહ્યા છે.
કેટલાક નેતાઓ ચૂંટાયા પછી પોતાના મત વિસ્તારમાં ભાગ્યેજ ફરકતા હોય છે લોકો પણ તેમની ગેર હાજરીથી કંટાળેલા હોય છે.
રાજકારણ હવે અગ્નિપથ સમાન બનતું જાય છે. લોકો અને પક્ષ એમ બંને કામગીરીનો અહેવાલ માંગતા હોય છે. ક્યા તો પ્રજાના કામ કરો અથવાતો બીજાને જગ્યા કરી આપો એમ લોકો માનવા લાગ્યા છે.
કેટલીક વાર પક્ષ ટીકીટ ના આપે અથવા તો ટીકીટ નથી મળવાની એ વાતની ખબર પડી જાય એટલે લાંબો વિવાદ ના થાય એેટલે શાણા લોકો હું ચૂંટણી લડવાનો નથી એ જાહેર કરી દે છે. આવી જાહેરાત ચૂંટણી વ્યૂહ રચનાનો એક ભાગ હોય છે. ક્યારેક કોઇ એમ કહેતા જોવા મળે છે કે પ્રજાની લાગણીના કારણે મારે નિર્ણય બદલવો પડયો છે માટે હુે હું લડીશ. જોકે આવા નાટકીયા ઉમેદવારોને મતદારો બહુ ઘાસ નાખતા નથી.
આ વખતે મોટા માથાઓે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. સુષ્મા સ્વરાજ ના પાડવામાં પ્રથમ હતા. ત્યારબાદ ઉમા ભારતીનું નામ આવે છે. ત્યારબાદ માયાવતી, પ્રિયંકા ગાંધી, શરદ પવારના નામો ઉમેરાયા હતા. આ યાદીમાં છેલ્લે પરેશ રાવલનો ઉમેરો થયો હતો.
દરેક રાજકીય પક્ષોએ નો રીપીટ થિયરી અપનાવવા જોઇએ. પક્ષના કેટલાક હોદ્દા સિવાય બાકીનાઓ માટે નો રીપીટ થિયરી રાખવી જોઇએ. કામ કરતી સરકાર કે કામ કરતા પક્ષ માટે નો રીપીટ થિયરી ઉત્તમ ઉપાય છે. જો આમ થાય તો વંશવાદવાળી સિસ્ટમ આપોઆપ ખતમ થઇ શકે છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મહત્વની બની જાય છે.
કોર્પોરેશન, વિધાનસભા અને લોકસભામાં પસંદગીના ધોરણો અલગ હોય છે. લોકસભા લડનારાઓ દેશની ઇમેજ સાથે સંકળાએલા હોય છે. આ સ્થિતિમાં ચૂંટણી લડવાની ના પાડીને સોરી કહેવું એ ઉમેદવારની મેચ્યોરીટી બતાવે છે.
જશ અને સત્તા આપતો તેમજ લક્ષ્મીને ઘરના આંગણે બાંધી રાખતો રાજકીય તખ્તો છોડવાની વાત હિંમતવાળાજ કરી શકે છે..
- પ્રસંગપટ
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FASN5q
No comments:
Post a Comment