બુધ્ધિશાળી વ્યક્તિ તરીકે પિત્રોડાના પ્રશ્નથી આઘાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

બુધ્ધિશાળી વ્યક્તિ તરીકે પિત્રોડાના પ્રશ્નથી આઘાત


શ્યામમાંથી સામ પિત્રોડા બનેલા રાહુલ ગાંધીને વડાપ્રધાનની ખુરશી પર બેસાડવાનું બીડું ઝડપ્યું હોય એમ વર્તે છે. તે માને છે કે તેમના મિત્ર રાજીવ ગાંધીના  પુત્રને વડાપ્રધાન બનાવવા માટે તે સખ્ત પ્રયાસ કરે છે.  એનઆરઆઇ આઇટી એન્જીનિયરોના ટોળામાંથી રાજીવ ગાંધીએ સામ પિત્રોડાને પસંદ કર્યા હતા. તેમને ફાધર ઓફ ઇન્ડીયન આઇટી રીવોલ્યુશનનું બિરુદ આપાયું હતું. તે ભારતના આઇટી રિવોલ્યુશનના ફાધર છે કે દુરના કાકા છે તે અંગે ફરી કોઇવાર ચર્ચા કરીશું પણ આજે જે મુદ્દો છે તે તેમણે ભારતના સશસ્ત્ર દળને આપેલી અંજલિનો છે.

પુલવામાની ઘટના પછી પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને કરાયેલી એર સ્ટ્રાઇક અંગે પ્રશ્નોે પૂછવો એ કોંગ્રેસની લાઇન હતી. સામ પિત્રોડાએ ટ્વીટ કરીને પૂછ્યું હતું કે શું આ એર સ્ટ્રાઇકમાં કોઇનું મોત થયું છે ખરું? જ્યારે ભારતના વિમાનો પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને સ્ટ્રાઇક કરે ત્યારે બુધ્ધિશાળી વ્યક્તિ તરીકે પિત્રોડા પ્રશ્ન કરે તે આઘાત જનક છે. 

ત્રીસ મર્યા કે ત્રણસો મર્યા તે મહત્વનું નથી પણ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કરવો તે મહત્વનું છે. તેનાથી પાકિસ્તાનને એક કડક મેસેજ આપી દેવાયો છે. શા માટે પિત્રોડા જેવો બુધ્ધિશાળી કેટલા મર્યા જેવી વાત કરે છે? પિત્રોડા એટલેથી અટકતા નથી. તેમણે એમ કહ્યું હતું કે ૨૬ -૧૧નો હુમલો માંડ ૮ લોકાએેે કર્યો હતો.

તેમના કૃત્ય માટે પાકિસ્તાનના બધા લોકોને જવાબદાર ગણી શકાય નહીં. તે પોતાની જાતને મુત્સુદ્દી ભલે માનતા હોય પણ હકીકતે તો તે જેહાદીઓએ ૧૬૦ લોકોને ફૂંકી માર્યા તે માટે જેહાદીઓની પ્રશંસા કરતા હોય એમ લાગે છે. ત્યારે ભારતે કોઇ વળતો હુમલો નહોતો કર્યો. પિત્રોડાએ કરેલી ટ્વીટ વાંચો. આંઠ લોકો આવ્યા અને હુમલો કરીને જતા રહ્યા તેનો અર્થ એ નથી કે આખા દેશ પર હુમલો કરવો જોઇએ.

પિત્રોડાની હુમલો નહીં કરવાવાળી વાત સાથે કોઇ સંમત થઇ શકે એમ નથી. ૧૬૦ના મોત થયા ત્યારે યુપીએ સરકારે કોઇ વળતો પ્રહાર કર્યો નહોતો તેને યોગ્ય ઠરાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. જેહાદીઓ બોટ મારફતે આવ્યા અને હુમલો શરુ કર્યો હતો. આખા વિશ્વએ તે હુમલાને લાઇવ જોયો હતો. હુમલાખોરો ભારતમાં રમવા માટે નહોતા આવ્યા પણ લોકોને મારવા માટે આવ્યા હતા. જ્યારે પિત્રોડા કહે છે કે તેમના હુમલા પાછળ આખા પાકિસ્તાનને જવાબદાર ના ગણી શકાય.

એક મહત્વ વિનાની ડાયરી..
હવે કોંગ્રેસ  એક એવી ડાયરી લઇને આવી છે કે તેમાં કર્ણાટકના મુખ્ય પ્રધાને યેદુઆરપ્પાએ ભાજપના નેતાઓને કરેલા પેમેન્ટનો ઉલ્લેખ છે.

આક્ષપ એવો કરાયો છેે કે યેદુઆરપ્પાએ આ ડાયરી લખી છે. મહત્વનું એ છે કે ક્રોંગ્રેસના એક નોટોરીયસ દલાલીનું કામ કરતા શિવકુમાર પાસે આ ડાયરી આવી ગઇ હતી. જ્યારે શિવકુમારને ત્યાં આઇટીના દરોડા પડયા ત્યારે તેમાંથી શું મળ્યું તેની યાદી એક કાગળ પર યેદુઆરપ્પાએ બનાવી હોવાનું મનાય છે. રાજ્યના લોકાયુક્ત પાસે મામલો ગયો હતો. ત્યારબાદની ઘટનોઓમાં ભાજપના નેતાઓથી છંછેડાયેલા યેદુઆરપ્પાએ નવી પાર્ટી બનાવી હતી અને તે ભાજપનો કર્ણાટકમાંથી સફાયો કરી દેવા માગતા હતા. 

ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું. જે મેગેઝીને આ સ્ટોરી છાપી છે તે ખોેટી વાતોને સાચી વાત સમજીને આગળ વધે છે. આખા કેસમાં કોઇ તથ્ય નથી. મેગેઝીને ચલાવેલી ગોસીપ જેવું છે..

કમલનાથ અને દિગ્વિજય...
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે દિગ્વિજયને એવી ચેલેન્જ આપી છે કે કોઇ એવી ટફ સીટ પરથી લડીને તે ભાજપ પાસેથી આંચકી લો તો ખરા. એવીજ રીતે તેમણે જ્યોતિરાદિત્યને કહ્યું છે કે ગુના જેવી સલામત બેઠક છોડીને ગ્વાલીયર પરથી લડો તો ખરા.

રાહુલ ગાંધીને એક પ્રશ્ન...
જ્યારે એક મોટો ભાઇ નાનાને જેલમાં જતો બચાવવા ૫૦૦ કરોડ રુપિયા ચૂકવી દે છે જ્યારે રાહુલ ગાંધી એમ કહે છે કે નાના ભાઇને નરેન્દ્ર મોદીએ ૩૦ હજાર કરોડ આપ્યા છે. તો પછી ૫૦૦ કરોડ ભાઇ પાસેથી શા માટે લેવા પડયા? 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FyCncu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages