ગારિયાધાર પાલિકામાં પ્રમુખના બદલે તેનો પુત્ર વહિવટ ચલાવતો હોવાની ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ગારિયાધાર પાલિકામાં પ્રમુખના બદલે તેનો પુત્ર વહિવટ ચલાવતો હોવાની ફરિયાદ


ગારિયાધાર, તા. 30 માર્ચ 2019, શનિવાર

ગારિયાધાર નગરપાલિકામાં મોટાભાગનો વહિવટ પ્રમુખને કરવાનો હોય તેના બદલે તેનો પુત્ર વહિવટ ચલાવતો હોવાની વિપક્ષ સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરતા વ્યાપક ચકચાર ફેલાઇ જવા પામી હતી. ગારિયાધાર ન.પા.ના વિપક્ષ સદસ્ય હિંમતભાઇ માણીયા તથા સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનર ભાવનગરને રજૂઆત કરી જણાવેલ કે, ગારિયાધાર ન.પા.માં બેફામ વહિવટ ચાલી રહેલ છે અને મુદ્દે વારંવાર રજૂઆત પણ થયેલ છે અને ન.પા. ગારિયાધારમાં ચિફ ઓફિસર તથા ન.પા. પ્રમુખ પુત્ર વહિવટો કરી બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાની પણ રજૂઆત થયેલ.

જ્યારે વિપક્ષ દ્વારા વધુ આક્ષેપમાં જણાવાયું હતુ કે જે વ્યક્તિ ન.પા.માં કોઇપણ હોદ્દા પર નથી તો તેમને પુછી શા માટે ચિફ ઓફિસર વહિવટો કરે છે ? આ ઉપરાંત પ્રમુખ પુત્ર દ્વારા ન.પા.માં કામ કરતી એજન્સીઓને પૈસા લઇને છાવરવા તથા તમામ કામોમાં ભાગીદારી માગવાનો પણ ગંભીર આક્ષેપ થયેલ. જ્યારે ભૂતકાળમાં પણ આ મુદ્દે વિપક્ષ દ્વારા ચિફ ઓફિસરને ફરિયાદ કરતા જવાબ મળેલ કે હું શું કરૃં ? તેમ કહીં જવાબદારીમાંથી છટકી ગયા હોવાનું જાણવા મળેલ.

નોંધનીય બાબત છે કે, વિપક્ષ દ્વારા અગાઉ પણ મામલે રજૂઆત સ્થાનિક કક્ષાએ કરાઇ હોવાનું જાણવા મળેલ પરંતુ કોઇ સચોટ કાર્યવાહી ન થઇ હોવાને કારણે આજરોજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવેલ. વળી તંત્ર પણ હવે આ બાબતે શું કાર્યવાહી કરે તેની વિપક્ષ સદસ્યો કાગડોળે રાહ જોઇ રહેલ છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JSEbCR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages