ગારિયાધારમાં સિટી સર્વે કચેરી છે પણ કાયમી અધિકારીના ઠેકાણા નહીં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ગારિયાધારમાં સિટી સર્વે કચેરી છે પણ કાયમી અધિકારીના ઠેકાણા નહીં


ગારિયાધાર, તા. 30 માર્ચ 2019, શનિવાર

ગારિયાધારમાં મિલકત નામે કરાવવા કે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા સહિતની કામગીરી માટે સિટી સર્વે કચેરી તો છે પરંતુ અધિકારી ન હોવાથી મિલકત સબંધી કામો અટવાઇ પડયા છે અને નાની સરખી ભુલ સુધારવામાં પણ નાકે દમ આવી જાય છે.

ગારિયાધાર શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી કાયમી સિટી સર્વેયર અધિકારીને બદલે ઇન્ચાર્જ અધિકારીથી તંત્રનું રગશીયું ગાડુ દોડતુ હોવાનું જાણવા મળેલ. વળી મહિનામાં અમુક દિવસો જ અધિકારી હાજર હોવાને કારણે શહેરીજનોના મિલકત સબંધી કામકાજો અટવાયેલા જણાયા હતા. જેમ કે, મિલકત ટ્રાન્સફર તથા દસ્તાવેજી કામો જેમા સિટી સર્વે કચેરીની મહત્વની ભૂમિકા હોય છે. આ ઉપરાંત ગારિયાધાર શહેરની અસંખ્ય મિલકતોમાં રેકર્ડમાં પણ અસંખ્ય ભૂલોને કારણે ભૂલ સુધરાવવા અરજદાર બિચારો કાગડોળે રાહ જોઇ તંત્ર દ્વારા ઝડપી કામગીરી થાય તેવી રીતે વલખાઓ મારતા દેખાયા છે.

હાલના આ દિવસોમાં મિલકત સબંધી રેકર્ડમાં સામાન્ય ભૂલ પણ સુધરાવતા અરજદારને નાકે દમ આવી જતો હોય છે. જ્યારે તંત્ર આ ગંભીર બાબતે કોઇપણ જાતની દરકાર ન લેતું હોય તેમ ઇન્ચાર્જ અધિકારીથી લાંબા સમયથી કામ ચલાવાતું હોવા પ્રત્યે અરજદારોમાં નારાજગી હોવાનું જણાયુ હતુ. જ્યારે તાત્કાલીક ધોરણે કાયમી અધિકારીની નિમણૂંક થાય તો ગારિયાધાર શહેરના મિલકત સબંધી કામોને વેગ મળશે અને અરજદારોનો મહામૂલ્ય સમયનો પણ બચાવ થશે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ulk3gA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages