ભાવનગરની એક યોગ શિક્ષિકા સાથે દુષ્કર્મ ગુજારી શખસે ઘર પડાવી લીધું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ભાવનગરની એક યોગ શિક્ષિકા સાથે દુષ્કર્મ ગુજારી શખસે ઘર પડાવી લીધું


ભાવનગર, તા. 30 માર્ચ 2019, શનિવાર

શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા એક શખસે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી તેણીના વીડિયો ફરતા કરી દેવાના તેમજ દીકરીનું અપહરણ કરી જવાની અને પરિવારને મારી નાંખવાની ધમકી આપી ઘર પોતાના નામે કરાવી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના વતની અને હાલ દિલ્હીમાં રહી પર્સનલ યોગા ક્લાસીસ ચલાવતા એક 34 વર્ષિય મહિલાએ સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2010માં શહેરના બોરતળાવ, કુમુદવાડીમાં હીરાનું કારખાનું ચલાવતા અલ્પેશ રવજીભાઈ મોરડિયા નામના શખસે કોલ્ડ્રીક્સ પીવડાવી બેશુધ્ધ કર્યા બાદ તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.

મહિલાએ વર્ષ 2011માં તેમના પતિ સાથે છુટાછેડા લીધા બાદ અલ્પેશ પોતે પરિણીત હોવાનું છુપાવી દોઢ વર્ષ બન્ને લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા હતા. આ સમય દરમિયાન શખસે અંગતપળોનો વીડિયો ઉતારી લીધો હતો. આ શખસ પરિણીત હોવાની જાણ થતાં મહિલાએ સબંધ તોડી નાંખવાનું કહેતા શખસે ઉશ્કેરાઈ જઈ બિભસ્ત વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરી દેવાની ધમકી આપી જુદી જુદી જગ્યાએ લઈ જઈ અવાર નવાર માર મારી મરજી વિરુધ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત મહિલાએ ડાયવોર્સના પૈસામાંથી ખરીદેલું મકાન પણ પોતાના નામે કરાવી લીધું હતું. તેમજ શખસે મહિલાની દીકરીનું અપહરણ કરવા તેમજ પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપી પરાણે શારીરિક સબંધ રાખવા દબાણ કરતા આખરે કંટાળી જઈ વર્ષ 2016માં તેણી વતન છોડી દિલ્હી રહેવા ચાલ્યા ગયા હતા. જ્યાં પણ અવાર નવાર ફોન કરી બિભગસ્ત ગાળો ભાંડી શરીર સબંધ બાંધવાની માગણી કરતો હતો.

મહિલાની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે અલ્પેશ રવજીભાઈ મોરડિયા (રહે, લક્ષ્મીનારાયણ સોસાયટી, બાલવાટિકા સામે, પ્લોટ નં.9/અ., રત્નવિલા, ભાવનગર) સામે IPC કલમ 376(2) (કે, એન), 323, 328, 427, 504, 506(2) અને જીપીએક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી શખસને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UrVrTD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages