વરાડિયાના ડબલ મર્ડરમાં પ્રેમ પ્રકરણ કારણભૂત ઃ ચાર શખ્સોની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 March 2019

વરાડિયાના ડબલ મર્ડરમાં પ્રેમ પ્રકરણ કારણભૂત ઃ ચાર શખ્સોની ધરપકડ

ભુજ, શનિવાર 

અબડાસા તાલુકાના વરાડીયા ખાતે થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છે. બનાવમાં ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમ પ્રકરણ મુદ્દે હત્યા કરાયાનું ખુલવા પામ્યું છે.

ગત તા. ૫-૩ના બપોરે ૭-૩૦ વાગ્યાના અરસામાં ઈશાક આમદ મંધરા (ઉ.વ.૩૫) અને રૃકશાના ઈબ્રાહીમ મંધરાની તીક્ષ્ણ હાથીયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ આગળ ધપાવીને આમરવાંઢના લતીફશા ઉર્ફે આૃધાયો, કાશમશા પીરજાદા, વરાડીયાના સુલેમાન હસન મંધરા, સલીમ મુસા મેમણ અને કાળાતળાવના સલીમ ઉંમર મંધરાની ધરપકડ કરવામાં આવી છે. કોઠારા પોલીસ માથકના પીએસઆઈ વી.આર. ઉલવાના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પાસેાથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી કબ્જે કરવામાં આવી છે. સુલેમાનની પુછપરછ માં તેણે જણાવ્યું હતું કે હતભાગી કિશોરી તેમની ફઈની બહેન થાય છે. સામાવાળા ઈશાક મંધરા વચ્ચે પ્રેમસંબાધ હતો. જે બાબતે ખ્યાલ પડતા બન્નેની હત્યા કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. હતભાગી યુવક પરિણિત હતો. સમગ્ર કેસમાં ઝડપાયેલા ઈસમોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hb2f1s

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages