કચ્છમાં ભડકે બળતા ચારાના ભાવ સામાન્ય દિવસો કરતા બમણી કિંમત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 March 2019

કચ્છમાં ભડકે બળતા ચારાના ભાવ સામાન્ય દિવસો કરતા બમણી કિંમત

ભુજ, શનિવાર 

કચ્છના હજારો લોકોની સૌથી મોટી સંપત્તી એવા પશુાધન પર અત્યારે અછતની આફત છે. તેવા સમયે પશુપાલકોને રાહતદરે પુરતા પ્રમાણમાં ચારો પુરો પાડવાની સરકારી વ્યવસૃથા નિષ્ફળ જતાં હવે ચારાના ભાવ ભડકે બળી રહ્યા છે. સામાન્ય દિવસો કરતાં લગભગ બમણી કિંમતે બજારમાં ચારો વેચાઈ રહ્યો છે. પોતાના જીવ સમાન પશુઓને બચાવવા માટે પાલકો દ્વારા મજબૂરીવશ મોંઘા મૂલનો ચારો ખરીદવો પડે છે.

કચ્છ જિલ્લામાં કુલ ર૦ લાખાથી વધુ પાલતું પશુઓ છે. આ પૈકી ૧પ લાખાથી વધુ પશુઓ હાલ અછતનો ભોગ બન્યા છે. કચ્છના લખપત, રાપર, અબડાસા, ભુજ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ફક્ત ૧ર મીમીથી લઈને ૮૩ મીમી સુાધી સાવ સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેતીમાં કોઈ વાવેતર થઈ શક્યું નાથી. અગાઉ ઉનાળાનો માર સહન કરનાર પશુપાલકોને ચોમાસામાં પશુઓ માટે પુરતો ચારો મળી રહેવાની આશા હતી. પરંતુ ચોમાસુ નિષ્ફળ જતા ચારાની સમસ્યા ઉકેલવાના બદલે વધુ ઘેરી બની છે. સૌથી વધુ સાડા ત્રણેક લાખ જેટલું પશુાધન ધરાવતા ભુજ તાલુકાનો બન્ની પચ્છમ વિસ્તાર અછતાથી ભારે પ્રભાવિત છે. હજારો પશુપાલકો ચારાની શોધમાં હિજરત કરી ગયા છે.

આ સિૃથતિમાં બજારમાં લીલા અને સુકા ચારાના ભાવ બમણા થઈ ગયા છે. ચારાનું વેચાણ કરતા સુત્રોના જણાવ્યા અનુસાર સારૃ ચોમાસુ હોય તેવા સામાન્ય દિવસોમાં જે ભાવ હોય છે તેનાથી અત્યારે બમણા ભાવ ચાલી રહ્યા છે. ઉનાળો આવતા આ ભાવ વધુ ઉંચકાશે. પશુપાલકો પાસે આ ભાવાથી ચારો ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નાથી. હાલ લીલા ચારામાં મકાઈ તેમજ સુકા ચારામાં ડાંગરનો ભુકો આવી રહ્યા છે. સરકાર દ્વારા રાહતદરે બે રૃપિયે કિલો ચારો આપવાની વાતો થાય છે. પણ આખા ગામ દીઠ ફક્ત એકાદ ગાડી ચારાની આવતી હોય છે. ગણતરી કરવામાં આવે તો સરકાર પશુદીઠ ૧૦૦ ગ્રામ ચારો પણ પુરો પાડી શકતી નાથી!

સરકારી ચારાના કાળાબજાર

સરકાર દ્વારા અત્યાર સુાધીમાં કરોડો કિલો ચારાનું રાહતદરે વિતરણ કરાયું હોવાના દાવા થાય છે, જેની સામે પશુપાલકો પુરતો ચારો ન મળતો હોવાની ફરિયાદો કરે છે. ત્યારે વચ્ચેની કડીમાં સરકારી ઘાસ-ચારાના કાળાબજાર થતાં હોવાની ફરિયાદો પણ ઉઠી છે. સરકાર દ્વારા ફક્ત બે રૃપિયે કિલો ચારો આપવામાં આવે છે. અિધકારીઓ, કર્મચારીઓ સાથે વગદાર લોકો મિલીભગત કરીને પશુપાલકોના નામે આ ચારો ખરીદી લીધા બાદ ખૂલ્લી બજારમાં આરામાથી ૧૦-૧ર રૃપિયામાં વેચી શકે છે. વચ્ચે વાધતા મોટી રકમના નફામાંથી બાધાનો ભાગ પડી જાય છે. ત્યારે કલેક્ટર દ્વારા ડેપોનું સરપ્રાઈઝ ચેકીંગ કરીને આંકડાઓની ચકાસણી કરી પશુપાલકોને હકીકતે લાભ મળ્યો છે કે નહી? તેની સરખામણી કરવામાં આવે તો આપમેળે દૂાધનું દૂાધ અને પાણીનું પાણી થઈ જશે.

ચારાના કિલોગ્રામના ભાવ

વિગત         હાલના     સામાન્ય દિવસોના ઉનાળામાં કેટલા થશે?

લીલો ચારો રૃ.પાથી ૬         રૃ.૪                     રૃ.૭થી ૮

સુકો ચારો         રૃ.૧૪થી ૧પ રૃ.૮                 રૃ.૧૭થી ૧૮

(નોંધ :  પરિવહન ખર્ચ મુજબ એકાદ-બે રૃપિયાનો ફરક પડી શકે છે)



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Htrgo9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages