ભુજ, શુક્રવાર
વર્ગ-૩ના મહેસુલી કર્મચારીઓ દ્વારા વિવિાધ પડતર માંગણીઓને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા.નાયબ મામલતદાર, કલાર્ક, તલાટીઓએ કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં વિરોધ વ્યકત કર્યો હતો. ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળની હડતાલ કમિટિના આદેશના પગલે આજે કચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ(વર્ગ-૩)ના કર્મચારીઓએ માસ સીએલ મુકીને પોતાની પડતર માંગણીઓ સંતોષવા હડતાલ પાડી હતી. થોડા દિવસો પહેલા ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષકો અને ત્યારબાદ એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. આગામી મહિનાઓમાં ચુંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ સંતોષાય તે માટે આગળ આવ્યા છે ત્યારે આજે વર્ગ-૩ના મહેસુલી કર્મચારીઓ દ્વારા વિવિાધ પડતર માંગણીઓને લઈને હડતાલ યોજવામાં આવી હતી પડતર માંગોમાં સીધી ભરતીની નાયબ મામલતદાર તરીકે આૃથવા તો અન્ય સંવર્ગમાં નિમણુંક થયા બાદ પાંચ વર્ષનો કરાર આાધારિત સમય પૂર્ણ થવા છતા પૂર્ણ પગારમાં સમાવાયા નાથી. કલાર્ક અને રેવેન્યુ તલાટીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા અને ૨૦૦૯ની બેંચના કલાર્કનો સમાવેશ કરવામાં આવે, રેવેન્યુ તલાટીની નવી ભરતી બંધ કરીને રેવન્યુ તલાટી અને કલાર્કની કેડરને મર્જ કરવા સહિતની વિવિાધ માંગોનો સમાવેશ થાય છે. નાયબ મામલતદાર, કલાર્ક સહિતના મહેસુલી કર્મચારીઓ સીએલ ઉપર ઉતરીને રજુઆતો કરી હતી. આગામી દિવસોમાં જો માંગણી સ્વીકારવામાં નહિં આવે તો ૧૧ માર્ચાથી અચોકકસ મુદત હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી..
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Htr8VH
No comments:
Post a Comment