
મહુવા, તા. 30 માર્ચ 2019, શનિવાર
મહુવા શહેરમાં ઉનાળાની શરૃઆતના દિવસોમાં જ પાણીનો કાળો કકળાટ શરૂ થઈ જવા પામ્યો છે અને ચાર-ચાર દિવસે થતા પાણી વિતરણથી સંગ્રહખોરી વધી છે. આ ઉપરાંત માંડ આવતું પાણી પણ લોપ્રેશરથી આવતા લોકો ત્રાહિમામ થઈ જવા પામ્યા છે.
આ બાબતે વધુ વિગતવાર વાત કરીએ તો હાલ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે લોકોને વધુ પાણીની જરૃરિયાત પડે છે અને તંત્ર પણ વધુ પાણી વિતરણ કરશે તેવી લોકોને આશા હોય છે. પરંતુ મહુવા શહેરમાં તો પાલીકાની પાણી સુવિધા કંક અલગ જોવા મળી છે જેવી ઉનાળાની ઋતુનું આગમન થયું ત્યાં તો મહુવા પાલીકાએ પાણીમાં કાપ મુકી દીધો છે. જેથી લોકોને પુરતુ પાણી ન મળતું હોવાથી અનેક મુશ્કેલી સહન કરવાનો વખત આવ્યો છે.
ખાસ સોસાયટી વિસાતરની જો વાત કરીએ તો એકતા સોસાયટી, ખોડિયારનગર, એકતાનગર, શ્રીનાતજી, વિવેકપોક, ગાયત્રીનગર આવી એક ડઝનથી વધુ સોસાયટીમાં તો પાલીકા દ્વારા એક બાજુ ચાર દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે એ પણ એક કલાક પુરતુ જ અને પુરતા પ્રેસરથી પાણી છોડવામાં આવતું ન હોવાથી લોકો પાણીવંચીત રહી જાય છે પાણી ભરી શખતા નથી જેથી સોસાયટી વિસ્તારમાં હાલ તો પાણીને લઈ ઘરે ઘરે કાળો કકળાટ જોવા મળી રહ્યો છે. ઉનાળા દરમિયાન નગરજનો તંત્ર પાસે વધુ પાણીની આશા રાખતી હોય છે. પરંતુ મહુવા પાલીકા તો માત્ર ઢોલ વગાડી મોટે પાયે વેરા ઉઘરાવવામાં વ્યસ્ત જોવા મળી છે.
મહુવા પાલીકા દ્વારા ચાર-દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી લોકો પાણીનો સંગ્રહ કરવા માટે પાણીના ટાંકાનો ખર્ચો કરવો પડે છે. પરંતુ પુરતા પ્રેસરથી પાણી આવતું નથી જેથી તે લીધેલા ટાંકા પણ ખાલીખમ રહે છે. જેથી લોકોને મુશ્કેલી સહન કરવાનો વખત આવ્યો છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે તંત્ર દ્વારા પુરતા પ્રેસરથી પાણી વિતરણ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JSP3AJ
No comments:
Post a Comment