
ભાવનગર, તા. 30 માર્ચ 2019, શનિવાર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવવનગર યુનિવર્સિટી દ્વારા છાશવારે નાની મોટી ક્ષતિઓને લઇ વિવાદના વમળોમાં ઘેરાયેલી રહે છે અને તેની પ્રતિષ્ઠાને નુકશાન કર્તા બની રહ્યું છે. હજુ ગઇકાલે જાહેર કરેલ પરીક્ષાના ટાઇમ ટેબલમાં પણ પરીક્ષાના સમયમાં અઢી કલાકના બદલે સાડા ચૌદ કલાકનો દર્શાવી વધુ એક વિવાદનું કારણ બન્યું છે.
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી વારંવાર કોઇને કોઇ વિવાદમાં સપડાય છે. પછી તે કર્મચારીનો હોય, વાહનનો હોય, પરીક્ષાના પેપરનો હોય કે ઇસીમાં સભ્યપદ માટેનો હોય એક યા બીજી રીતે ચર્ચામાં ઘેરાયેલી રહેવા પામી છે. અને આવી જ બેદરકારીના કારણે વિદ્યાર્થીના માનસ પટલ પર યુનિ.ની છાપ માઇનસમાં થતી જાય છે.
ગઇકાલે તા.૨૯ના રોજ યુનિ.ની વેબસાઇટ પર બેચલર ઓફ સાયન્સ ન્યુ સીબીસીએસ, બી.એસસી સેમ-4ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું. જે તા. 09 એપ્રિલથી પ્રારંભ થવા જઇ રહી છે. જેમાં વિષયો, વિષય કોર્ડ, પેપર નંબર, વિદ્યાર્થી સંખ્યા તો બરોબર પરંતુ પરીક્ષાના સમયમાં મોટી ક્ષતિ બહાર આવી હતી. જેથી તમામ પરીક્ષામાં 3 AM થી 5.30 PMનો સમય દર્શાવાયો છે. જેથી અઢી કલાકની પરીક્ષા સાડા ચૌદ કલાકની દર્શાવાઇ છે.
પરીક્ષાના સમયમાં 3 PM થી 5.30 PMલખવુ જોઇતુ હતુ. પરંતુ સાઇટ ઉપર મુકવાની ઉતાવળમાં આ છબરડો જાહેર થયો હતો અને વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. વારંવાર વિવાદમાં રહેતી યુનિવર્સિટી પોતાનું સંચાલન ક્યારે સુધારેશ? છાશવારે થતા છબરડાથી સંસ્થાની તથા મેળવેલ ડીગ્રીની પ્રતિષ્ઠાને હાની પહોચી રહી છે. ત્યારે સીસ્ટમમાં ઘણો સુધારો કરવો રહ્યો.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UrVsXH
No comments:
Post a Comment