બીટ્સ ટ્રેડ કંપનીના આરોપી સંચાલક રાકેશ સવાણીનું કોર્ટમાં સરન્ડર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

બીટ્સ ટ્રેડ કંપનીના આરોપી સંચાલક રાકેશ સવાણીનું કોર્ટમાં સરન્ડર


- સીઆઈડી ક્રાઈમે પોલીસ પહોંચથી નવ મહીના દુર રહેલા આરોપી સંચાલક રાકેશ સવાણીના ૧૪ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 27 માર્ચ 2019, બુધવાર

રૂ.૧.૬૪ કરોડના બીએસએસ ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સંડોવાયેલા બીટ્સ ટ્રેડ કંપનીના મુખ્ય સંચાલક મનાતા આરોપી રાકેશ સવાણીએ આજે સીઆઈડી ક્રાઈમને બદલે સુરત મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.કે.દેસાઈની કોર્ટમાં સરન્ડર અરજી સાથે હાજર થયા હતા.જેથી સીઆઈડી ક્રાઈમે આરોપી સંચાલકના ૧૪ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીને ૬ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતો.

બીટ્સ ટ્રેડ કંપનીના નામે બીએસએસ ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરીને રોકાણકારોને વધુ વળતરની લાલચ આપી કુલ રૂ.૧.૬૪ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતુ.જે અંગે બીટ્સ ટ્રેડ કંપનીના આરોપી સંચાલકો,પ્રમોટર્સ રાકેશ શામજી સવાણી, નિકુંજ સાવલીયા, હાર્દિક ઝડફીયા, કલ્પેશ લખાણી, અશોક ખાંભી વગેરે વિરુધ્ધ સુરત સીઆઈડી ક્રાઈમમાં ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાત તથા જીપીઆઈડી એક્ટના ભંગ બદલ ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

હાલમાં આ કેસમાં લાંબા સમય સુધી સીઆઈડી ક્રાઈમની પહોંચથી દુર રહેવામાં સફળ રહેનાર કંપનીના આરોપી સંચાલક રાકેશ સવાણીએ આજે સરન્ડર અરજી સાથે મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા.જેની સીઆઈડી ક્રાઈમના તપાસ અધિકારીને જાણ કરવામાં આવતા આરોપી સંચાલકની ધરપકડ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી કુ.રિન્કુબેન પારેખે જણાવ્યું હતું આરોપી કંપનીના પ્રમોટર્સ ભાગીદાર તથા વેબસાઈટ હેન્ડલ કરનાર ઉપરાંત પ્રોફિટમાં હિસ્સો મેળવ્યો છે.

આરોપી રાકેશ સવાણીએ આઈ.સી.યુ.લોન્ચ કરી વખતે રોકાણકારોને આકર્ષવા અંદાજે રૂ.૨૨ કરોડની કિંમતના ૭૨૫ બીટકોઈનનું રોકાણ કરી આઈસીયુ ફુલ થઈ ગયાનો આભાસ ઉભો કર્યો હતો.જેના દ્વારા રોકાણકારોને ૫૭૨ બીટકોઈન (રૂ.૧૫.૨૧ કરોડ) મેળવ્યા છે.આરોપીએ ૭૨૫ બીટકોઈન કઈ રીતે કોની પાસેથી મેળવ્યા તેની તપાસ કરવાની છે.

આરોપીએ કંપનીની વેબસાઈટમાં ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ.૧૫.૮૫ કરોડની કિંમતના ૫૧૮ બીટકોઈન મેળવી સગેવગે કર્યા હોઈ પુછપરછ કરવાની છે.આરોપી બીટ્સ ટ્રેડ કંપનીના મુખ્ય કારભારી હોઈ પોતાની આઈડી હેઠળ ૧૨૭૪ રોકાણકારો બનાવી કુલ રૂ.૧૨.૩૬ લાખનું રેફરલ કમિશન મેળવ્યું છે.કંપનીના વોલેટમાંથી વાયરસના કારણે ૧૬ બીટકોઈન ઉપડી ગયા હોવા પાછળ આરોપીની ભૂમિકા તપાસવાની છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી રાકેશ સવાણીને તા.૧લી એપ્રિલ સુધી ૬ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UVr1pD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages