
- પોલીસે રોકડા રૂ.૪૬૨૨ અને ૬ મોબાઇલ પણ કબજે લીધા બે મોબાઇલ લવાછાના મેળામાંથી ચોર્યા હોવાની કબુલાત
વાપી,મંગળવાર
વાપીના લવાછા ગામની સીમમાંથી પોલીસે ૧૧ તોલા સોનાના દાગીના, રોકડા રૂ.૪૬૨૨ અને ૬ મોબાઇલ સાથે અમદાવાદના પાંચ શખ્સોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. તેમણે લવાછાના મેળામાંથી બે મોબાઇલ તફડાવ્યા હતા.
વાપી નજીકના ડુંગરા પોલીસ મથકના પીએસઆઇ એલ જી. રાઠોડ અને ટીમે વાપીના લવાછા ગામની હદમાં પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ જણાતા પાંચ યુવાનોને અટકાવી પૂછપરછ કરતા શરૂઆતમાં ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે તમામની અંગ ઝડતી લેતા રોકડા રૂ.૪૬૨૨, ૧૧ તોલા સોનાના દાગીના અને ૬ મોબાઇલ મળી આવ્યા હતા.
આ તમામ મુદ્દામાલ ચોરીનો હોવાનું બહાર આવતા પાંચેય આરોપી નરેશ પ્રતાપ દંતાણી, દિનેશ સંપત દંતાણી, શક્તિ કિશનભાઇ દંતાણી (તમામ રહે.નરોડા,અમદાવાદ), સાગર અશોકભાઇ દંતાણી (રહે.નારોલ,અમદાવાદ) અને અજુઁન રાયસિંગ દંતાણી (રહે. વટવા,અમદાવાદ)ની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.
અરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ૬ મોબાઇલો પૈકી બે મોબાઇલ લવાછાના મેળામાં લોકોના ભારે ધસારા વચ્ચે બે વ્યક્તિઓ પાસેથી તફડાવી લીધા હતા. જોકે, અન્ય મુદ્દામાલની કયાથી ચોરી કરી હતી તે અંગે કોઇ વિગત બહાર આવી નથી. બે મોબાઇલ ચોરી અંગે ડુંગરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CH4WUG
No comments:
Post a Comment