
વોશિંગ્ટન, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું પુરવાર થઇ ગયું છે અને આ પુરાવા સાથેનું એક ડોઝિયર પણ ભારતે પાકિસ્તાનને સોપ્યું છે સાથે આતંકીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.
આ સ્થિતિ વચ્ચે હવે અમેરિકાએ પણ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે. અમેરિકાએ એક નિવેદન જારી કરીને પાકિસ્તાનને કહ્યું છે કે તે તાત્કાલીક ધોરણે આતંકીઓને મળતા ફંડ બંધ કરે. અને આતંકીઓ સામે આકરી કાર્યવાહી કરે અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા કાઉન્સિલના જે કરારો છે તેનું પાલન કરે.
અમેરિકાની સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પુલવામામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા, આ હુમલા પાછળ ક્રોસ બોર્ડર આતંકવાદ જવાબદાર છે. અમે ઇચ્છીએ છીએ કે આતંકીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે. ભારત અને પાકિસ્તાન બન્ને દેશોના અધિકારીઓની સાથે પણ અમે આ મુદ્દે વાતચીત કરી છે અને સરહદે શાંતી સ્થપાય તે પ્રકારના પ્રયાસો બન્ને દેશો કરે તેવી અમારી અપીલ છે.
આ પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલની સાથે વાતચીત કરી હતી અને દરેક પ્રકારની સહાય કરવાની ખાતરી આપી હતી. ત્યારે હવે ફરી અમેરિકાએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VoDjXm
No comments:
Post a Comment