
અમારા સંબંધોમાં ઉષ્મા છે, મને આશા છે તે ભવિષ્યમાં પણ રહેશે : ટ્રમ્પ
હેનોઇ, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઊને તેમના દેશ પર અમેરિકાએ લાદેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગ કરતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ચાલુ બેઠકમાંથી ઊભા થઇને ચાલવા લાગ્યા હતા અને પરમાણું નિશસ્ત્રીકરણની વાત અધુરી જ રહી ગઇ હતી.લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સિંગાપોરની ઐતિહાસિક બેઠકમાં બંને નેતાઓ વચ્ચેની હેનોઇની બેઠકમાં ચોક્કસ કરાર કરાશે તેવી આશા રખાઇ હતી. પરંતુ તેઓ અગાઉથી નક્કી એવું સંયુક્ત નિવેદન પણ કરી શક્યા નહતા અને તેમની વચ્ચેની મંત્રણા પરિણામ વગર પુરી થઇ હતી.
'કેટલીક વખતે તમારે ઊભા થઇ જવું પડે છે અને આજનો પણ એ જ પ્રસંગ હતો'એમ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું.'તેઓ ઇચ્છતા હતા કે તેમની પર લાદેલા તમામ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે, અમે તે કરી શકીએ નહીં'એમ તેમણએ કહ્યું હતું. પરંતુ ટ્રમ્પે એવો આગ્રાહ કર્યો હતો કે બેઠક પહેલાં અને બેઠક દરમિયાન તેમણે જે પ્રગતી કરી હતી તેનાથી એવી આશા બંધાઇ હતી કે ભવિષ્યમાં ચોક્કસ સારા પરિણામ મળશે.
ટ્રમ્પે કહ્યું હતું કે કિમે ફરીથી બેલેસ્ટીક મિસાઇલ અથવા પરમાણું પરીક્ષણ નહીં કરવા મક્કમ નિર્ધાર કર્યો હતો.અગાઉ આ જ વાતને તેમણે સફળતાનું માપદંડ બનાવ્યું હતું. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની વચ્ચેના સબંધો ગાઢ હોવા છતાં કિમ જોંગ ઊન સાથે ત્રીજી મંત્રણાની કોઇ યોજના નથી.'અમે એક બીજાને ગમીએ છીએ. અમારા સબંધોમાં પહેંલા જેવી જ ઉષ્મા છે અને આશા છે તે રહેશે.હેનોઇ બેઠક અંગે જે આશા સેવાઇ રહી હતી તેવું કંઇ બન્યું નથી. જાણકારોએ કહ્યું હતું કે સિંગાપોરની મંત્રણા આના કરતાં સારી રહી હતી.
પરમાણું અંગે કરાર થઇ ના શક્યો એ કમનસીબ બાબત : દક્ષિણ કોરિયા
સિયોલ, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઊન વચ્ચેની પરમાણું નિશસ્ત્રીકરણ અંગેની હેનોઇની મંત્રણા નિષ્ફળ જતાં દક્ષિણ કોરિયાએ તેને કમનસીબ ગણાવી હતી, પરંતુ એવી આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો સક્રિય રીતે મંત્રણા ચાલુ રાખી શકશે.
વિયેતનામ ખાતેની ટ્રમ્પ અને કિમ વચ્ચેની મંત્રણા નિષ્ફળ દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જેઇ માટે મોટી હતાશા છે જેઓ બંને કોરિયા વચ્ચે ગાઢ સબંધો ઇચ્છે છે.તેમણે આશા રાખી હતી કે ટ્રમ્પ અને કિમ વચ્ચેની મંત્રણા સફળ રહેશે, પરંતુ નિષ્ફળ જતાં તેઓ પણ હતાશ થયા હતા.
જાપાની કોલોનિયલ શાસન વિરૃધ્ધ કોરિયનો દ્વારા ૧૯૧૯માં કરવામાં આવેલા બળવાની એક સોમી જયંતી પ્રસંગે આવતી કાલે એક સમારંભમાં આર્થિક સહકાર સહિત આંતર કોરિયા બેઠક માટે નવી દરખાસ્તની જાહેરાત કરવાની મૂની યોજના છે.
ઉત્તર કોરિયા પરમાણુ મુદ્દો રાતોરાત ઉકેલી ના શકાય: ચીનનો અભિપ્રાય
બેજીંગ, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
જેની પર આખા વિશ્વની નજર હતી છતાં હેનોઇની મંત્રણા પછી કોઇ જ કરાર નહીં કરાતા ંઉત્તર કોરિયાના પરમાણું મુદ્દાનો રાતોરાત ઉકેલ લાવી ના શકાય,એમ કહીને બેજીંગે આશા વ્યક્ત કરી હતી કે ઉત્તર કોરિયા અને અમેરિકા મંત્રણાનો દૌર ચાલુ જ રાખશે.પ્યોંગયોંગનો એકમાત્ર નજીકનો સાથી છે ચીન અને ઉ.કોરિયાના નેતા કિમ જોંગ ઊન હેનાઇ જવા માટે ચીનના પ્રદેશમાંથી ટ્રેન મારફતે નીકળ્યા હતા.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લુ કાંગે કહ્યું હતું કે બેઠક અંગે ટ્રમ્પ અને કિમે શું કહ્યું હતું તેની હજુ સુધી અમને જાણ થઇ નથી.'પરંતુ મેં હમેંશા એવી જ આશા રાખી હતી કે દરેકજણ કોરિયન દ્વીપકલ્પની પરમાણું સમસ્યાનો સમજી શકે છે, કારણ કે તે વર્ષોથી ચાલી આવી છે'એમ તેમણે કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tK8X5L
No comments:
Post a Comment