ગટરના કાદવ-કચરાથી ઉભરાતા દેશલસર, હમીરસર, રાતી તળાવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 March 2019

ગટરના કાદવ-કચરાથી ઉભરાતા દેશલસર, હમીરસર, રાતી તળાવ

ભુજ, શુક્રવાર 

અછતની સિૃથતિ ન હોય તો પણ કચ્છનું જિલ્લા માથક ભુજ કાયમીના ધોરણે ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરે છે. આ પ્રશ્ન ઉકેલવા માટે લાંબાગાળાનું આયોજન કરવામાં પાલિકા અને ભાડાના સત્તાિધશો નિષ્ફળ નિવડયા છે. જેના કારણે સ્વચ્છ પાણીના સારા સંગ્રહસૃથાન એવા દેશલસર અને હમીરસર તાથા રાતી તળાવ હાલ ગટરના કાદવ તાથા કચરાથી ખદબદી રહ્યા છે. ત્યારે ઉનાળા દરમિયાન બંને તળાવોની સફાઈનું મેગા અભિયાન હાથ ધરી ભુજની પાણીની સમસ્યા હલ કરવા તરફ પ્રયાસો થાય તે જરૃરી છે.

ભુજમાં પાલિકાના અણાધડ આયોજનના કારણે લોકોએ આમ તો આખુ વરસ પાણીની સમસ્યા વેઠવી પડે છે. આ સિવાય ઉનાળો આવતા જ બોર-કૂવાના તળ ડૂકવા માંડે છે. શહેરના તળને સજીવન રાખતા નાના-નાના અનેક તળાવો ભૂમાફિયા તત્વોએ પચાવી પાડીને નાબુદ કરી નાંખ્યા છે. શહેરની મધ્યમાં આવેલા હમીરસર તળાવ અને દેશલસર તળાવ સત્તાિધશો તાથા તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે. દેશલસર તળાવ અત્યારે આખુ ગટરના ગંદા પાણી અને કાદવાથી ભરેલું છે. આ તળાવની આસપાસ રહેતા લોકોને ભારે દૂર્ગનૃધ અને મચ્છરો સહિતની જીવાતોનો ઉપદ્રવ સહન કરવો પડે છે. જાહેર આરોગ્ય માટે આ તળાવ દિવસેને દિવસે જોખમી બની રહ્યું છે. પણ તળાવમાં અવિરત ઠાલવાતું ગટરનું પાણી ડાઈવર્ટ કરીને સ્વચ્છ પાણી ભરવાનું ક્યારેય આયોજન થયું નાથી. જ્યારે હમીરસર તળાવના પાવડી વિસ્તારમાં પણ વ્યાપક કચરો કરવામાં આવે છે. આ તળાવમાં સોડા-સાબુના કેમિકલવાળા પાણી છોડવાથી માંડી વારે-તહેવારો પ્રતિમાઓ પાધરાવવામાં આવે છે. જેના કારણે તેનું પાણી પણ દુષિત રહે છે. જ્યારે આશાપુરા નગરમાં આવેલા રાતી તળાવમાં પણ ગટરનું દૂષિત પાણી ભર્યું છે. આ ત્રણેય તળાવો સ્વચ્છ રાખીને ચોમાસા દરમિયાન વધુમાં વધુ પાણી સંગ્રહ કરવામાં આવે તો ભુજના મોટાભાગના વિસ્તારના પાણીના તળ ઉનાળામાં પણ સજીવન રહી શકે તેમ છે. ત્યારે માત્ર રોડ-રસ્તા જેવા બાંધકામના કામો કરીને ઝડપાથી રૃપિયા વાપરી નાંખવાનું લક્ષ્યાંક ધરાવતી પાલિકા દ્વારા હમેંશા માટે શહેરની જળ સમસ્યા ઉકેલવા દૂરંદેશી આયોજન થાય તેવી લાગણી પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કરી છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H9FATp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages