ભુજ,ગુરૃવાર
સમગ્ર ગુજરાતની સાથોસાથ કચ્છમાં પણ સ્વાઈનફલુએ પોતાનો કહેર જારી રાખ્યો હોય તેમ કચ્છમાં પોઝીટીવ કેસો વાધવાની સાથે મૃત્યુઆંક પણ આગળ વાધતો હોય તેમ વાગડની બે મહિલાઓના સ્વાઈનફલુએ ભોગ લીધા છે.
જેમાં, રાપર તાલુકાના સુવઈ ગામના ૪૫ વર્ષિય મહિલા તેમજ રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષિય આાધેડ મહિલાનો સમાવેશ થાય છે. જયારે બીજી તરફ આજે એક પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. ભચાઉ તાલુકાના કંથકોટ ગામના રહેવાસી ૫૩ વર્ષિય પ્રૌઢ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પોઝીટીવ કેસોની સંખ્યા ૧૬૧ થવા પામી છે જયારે મૃત્યુઆંક ૧૧ ઉપર પહોંચ્યો છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HvojU7
No comments:
Post a Comment