સર્વશિક્ષા અભિયાનના સ્ટાફે પણ માગી નોકરીની સલામતી અને સમાન વેતન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 March 2019

સર્વશિક્ષા અભિયાનના સ્ટાફે પણ માગી નોકરીની સલામતી અને સમાન વેતન

ભુજ,શુક્રવાર

જિલ્લા તાલુકા કક્ષાએ શિક્ષણની કામગીરી સાથે જોડાયેલા ૧૧ માસના કરાર આાધારિત ૧૮૧ કર્મચારીઓએ પોતાની નોકરીની સલામતિ તેમજ અન્ય કર્મચારીઓને મળતા લાભો, સમાન વેતન વગેરે તેઓને મળે તે અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકાર સુાધી રજૂઆતો પહોંચાડવા જિલ્લા કલેક્ટર વતી અિધક કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

આ અંગે આવેદનપત્રની વિગતો આપતા એસ.એસ.એ.ના કર્મચારીઓ વતી ઓ.આઈ.સી. રશ્મિકાંત પટેલ તાથા ગીરીશભાઈ સાણોદરીયાએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ૧૮ વર્ષોથી અમો કરાર આૃધારિત લઘુતમ પગારમાં પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુાધારણા જેવી નામાંકન સૃથાયીકરણ સાથે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, વિકલાંગ બાળકોનું શિક્ષણ, શાળા બહારના બાળકોના શિક્ષણની વ્યવસૃથા,સીવીલ વર્ક વગેરે કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છીએ.પરંતુ અન્ય રેગ્યુલર કર્મચારીઓાથી સરખુ કે વતે ઓછે અંશે વાધારે કામગીરી કરતા હોવા છતા સમાન વેતન જોબ સિકયુરીટી, રેગ્યુલર કર્મચારીઓને મળતા તમામ નોકરીના લાભોના અમો પણ હક્કદાર બનીએ એવી હકારાત્મક રજૂઆત સૌ કર્મચારીઓ વતી કરી હતી. આ વેળાએ ઓ.આઈ.સી. બીનાબેન, લીલાબેન તેમજ રમેશ આહિર અને બીઆરસી સ્ટાફ વગેરે જોડાયો હતા.




from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HrYkg3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages