ઉત્તર ગુજરાતમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ઉત્તર ગુજરાતમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

મહેસાણા, પાટણ, પાલનપુર,તા.7 માર્ચ 2019, ગુરૂવાર

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરિક્ષાનો વિવિધ ઝોન અને કેન્દ્રોમાં ગુરુવારના રોજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. પરિક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તેમજ ઝોનલ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં ધો.10-12માં એક-એક કોપી કેસ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લામાં ઝોન-17, 18, 19 અને 22, 23ના વિવિધ પરિક્ષા કેન્દ્રો પર આજથી પરિક્ષાનો પ્રારંભ થયો હતો. ધો.10ના વિદ્યાર્થીઓ પોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરી કપાળે કુમકુમ તિલક લગાવી પોતાના વાલીઓ સંબંધીઓ સાથે જે તે કેન્દ્રો પર પહોંચ્યા હતા. જ્યાં વિવિધ પરિક્ષા કેન્દ્રો પર પણ વિદ્યાર્થીઓને તિકલ, પુષ્પ આપી વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

ધો.10માં પ્રથમ સેશનમાં ગુજરાતીનું પેપર સરળ નીકળતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. મહેસાણા જિલ્લામાં ગુજરાતી નવીન વિષયમાં 32,334 વિદ્યાર્થીઓ પૈકી 412 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 31922 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જ્યારે ગુજરાતી જૂના કોર્ષમાં 1324 પૈકી 85 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં 1239 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી છે. એનસીઆરટીના 422 પૈકી 1 વિદ્યાર્થી ગેરહાજર રહેલા છે. જ્યારે ગુજરાતીના પેપરમાં પરિશ્રમ એજ પારસમણી અને પ્રકૃતિને લગતા નિબંધ પુછાયા હતા.

બપોરના સેશનમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરિક્ષાનો શુભારંભ થયો હતો. જેમાં પણ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનુ પુષ્પ આપી આવકાર્યા હતા. ધો.12ની પરિક્ષા ઝોન 22 અને 23 વિવિધ સેન્ટરો પર શરુ થઈ હતી. જેમાં ધો.12 વીજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 5557 વિદ્યાર્થીઓ પૈકી 26 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો માં 4596 પૈકી પર વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 4544 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જોકે મહેસાણા જિલ્લામાં શરૃ થયેલ બંને સેશનમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. એકપણ કોપી કેસ કે ગેરરીતિ જોવા મળી નથી.

ધો.10-12ની પરિક્ષા સંદર્ભે પાટણના એક્સપરીમેન્ટલ હાઈસ્કૂલના પરિક્ષા કેનદ્ર ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, કેમ્પસ ડાયરેક્ટર ર્ડા.જે.એચ.પંચોલી સહિત શાળાના આચાર્ય તેમજ સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબનુ ફુલ તેમજ બોલપેન આપી પરિક્ષાખંડમાં પ્રવેશ કરાવ્યો હતો. તો બોર્ડની પરિક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિદ્યાર્થીઓ પરિક્ષાના ડરથી નહી પરંતુ આત્મવિશ્વાસ સાથે પ્રશ્નપત્રો લખે તેવી શુભકામનાઓ પાઠવી હતી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XNkj71

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages