સર ટી. હોસ્પિટલ પર મહિલાઓની મદદ માટે 'સખી વન સ્ટોપ' સેન્ટરનો પ્રારંભ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

સર ટી. હોસ્પિટલ પર મહિલાઓની મદદ માટે 'સખી વન સ્ટોપ' સેન્ટરનો પ્રારંભ


ભાવનગર, તા. 01 માર્ચ 2019, શુક્રવાર

મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ અને માર્ગદર્શન માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની સહાયથી શરૂ કરવામાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટરને આજરોજ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓને આ કેન્દ્રના ફાયદાઓથી માહિતગાર કરતા મંત્રીએ જણાવ્યું હતુ કે, અહીંથી મહિલાઓના તમામ પ્રશ્નોનું એક જ સ્થળેથી નિરાકરણ તેમજ સમાધાન લાવવામાં આવશે જેમાં મહિલાઓને કાયદાકિય સહાય, પોલીસ સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શન, તબીબી સહાય તેમજ વુમન હેલ્પલાઇન જેવી મફત સરકારી સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કોઇ પણ પિડિત મહિલા ઉપરોક્ત તમામ સહાય તેમજ મદદ નિઃશુલ્ક મેળવી શકશે. વધુમાં સખી વન સ્ટોપ સેન્ટરનો દુરઉપયોગ ન થાય તે જોવાની પણ સલાહ આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરનું સંચાલન સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે જેમાં પોલીસ અધિકારી, લીગલ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા જરૂરી મદદ તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vu3SdR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages