સૌની યોજના હેઠળ શેત્રુંજી ડેમ રાત્રિના સમયે નર્મદાનુ પાણી આવી પહોંચ્યુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

સૌની યોજના હેઠળ શેત્રુંજી ડેમ રાત્રિના સમયે નર્મદાનુ પાણી આવી પહોંચ્યુ


ભાવનગર, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

સૌની યોજના હેઠળ ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં નર્મદાનુ પાણી ઠાલવવા માટે છેલ્લા ઘણા દિવસોથી આયોજન કરવામાં આવી રહ્યુ હતું. આજે ગુરૂવારે સાંજના સમયે શેત્રુંજી ડેમમાં નર્મદાનુ પાણી આવી પહોંચ્યુ હતુ અને ડેમમાં પાણી ઠાલવવાની શરૃઆત થઈ ગઈ હતી પરંતુ હાલ ટેસ્ટીંગ પ્રક્રિયા હોવાથી આવતીકાલ શુક્રવાર સવાર સુધી જ પાણીની આવક શરૃ રહેશે તેમ જાણવા મળેલ છે.

ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનુ પાણી ઠાલવવાની યોજના છે. આ યોજના હેઠળ આજે ગુરૂવારે સાંજના 7.30 કલાકના સમય આસપાસ શેત્રુંજી ડેમમાં નર્મદાનુ પાણી પહોંચી ગયુ હોવાનુ સરકારી સુત્રોએ જણાવેલ છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ આશરે 15.8 ફૂટ આસપાસ છે તેથી ડેમ હજુ ઘણો ખાલી છે. આ ડેમમાં આજે ટેસ્ટીંગ માટે નર્મદાનુ પાણી પ્રથમવાર ઠાલવવામાં આવી રહ્યુ છે. હાલ પાણીની આવક શરૂ છે અને આવતીકાલે શુક્રવાર સુધી એટલે આશરે 15 કલાક સુધી શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂ રહેશે.

હાલ ટેસ્ટીંગ પ્રક્રિયા હોવાથી શેત્રુંજી ડેમમાં કેટલુ પાણી ઠાલવવામાં આવશે તેની સત્તાવાર માહિતી મળી શકી નથી. શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છે અને જો ડેમમાં પુરતુ પાણી ઠાલવવામાં આવશે તો ભાવનગર જિલ્લાના લોકોને મોટી રાહત થશે તેમ જણાય રહ્યુ છે ત્યારે શેત્રુંજી ડેમમાં આગામી દિવસોમાં કેટલા ફૂટ પાણી ઠાલવવામાં આવે છે? તેની રાહ જોવી જ રહી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VvhOUZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages