પાલનપુર તા.25 માર્ચ 2019, સોમવાર
બનાસકાઠાંના હાર્દ સમાં પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમના અમલવારી માટે તેમજ ટ્રાફિક ઉપર નિયંત્રણ મેળવવા માટે સરકાર દ્વારા લાખો રૃપિયાના ખર્ચે સેફ અને સિક્યોર પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગુનાખોરીને ડામવા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો ઉપર બાજ નજર રાખવા આ પ્રોજેક્ટનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. પરંતુ શુભારંભ બાદ હજુ સુધી આ પ્રોજેક્ટનો વિધિવત રીતે અમલ થયો ન હોય શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા બની રહેવા પામ્યા છે.
પાલનપુર શહેરમાં ચલી-ઝડપ,મારામારી,છેડતી, લુંટ,જેવા ગુનાઓને ડામવા તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો ઉપર બાજ નજર રાખવા સારૃં સરકાર દ્વારા સેફ અને સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત પાલનપુર શહેરમાં ઇન અને આઉટ ૧૮ લોકેશન ઉપર ૧૬૭ જેટલા સીસીટીવી કેીમેરા લગાવવામાં આવ્યા છે. જેમંા ૪૭ ફિકસ કેમેરા,૭૫ એ.એન.પી.આર. કેમેરા ૧૮ ફરતા પી.જેડ કેમેરા અને ૨૭ આર.એલ.વી.ડી કેમેરા લગાવાયા છે જે કેમેરા બજારની હિલચાલ કેદ કરીને ૯૦ દિવસ સુધી ડેટા સેવ રાખહે તેમજ ત્રણ સવારી બાઇક તેમજ રોંગ સાઇડ વાહન પૂર ઝડપે હંકારતા જેવી બાબતોના આધારે વાહનચાલકોને ટપાલ મારફતે ઇ-મેમોતેમના ઘરે મોકલાશે આવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે અને જે વાહન વારંવાર ટ્રાફિક નિીયમોનો ભંગ કરહે તો તેની સામે વાહન જપ્ત કરવા તેમજ લાઇસન્સ રદ કરવાની જોગવાઇ કરાઇ છે.
જોકે આ પ્રોજેક્ટનો ગત તા.૭ માર્ચ ના રોજ મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે શુભારંભ કરાયો હતો અને તેના શુભારંભ પ્રારંભે ત્રણ વાહનચાલકોને ઇ-મેમો પણ અપાયા હતા જે બાદ ટેકનીકલ ખામીને લઇ આ પ્રોજેક્ટના શુભારંભના ૧૯ દિવસ બાદ પણ બંધ છે સેફ અને સિક્યોર પ્રોજેક્ટની સેવા શરૃ થઈ નથી જેને લઇ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા હાલતો શોભાના ગાંઠિયા સમાન બની રહેવા પામ્યા છે ત્યારે લાખો રૃપિયાના ખર્ચે શહેરમાં વસાવેલ સીસીટીવી કેમેરાની સેવાનો સત્વરે પ્રારંભ કરવામાં આવે તો સરકારી યોજના ખરા અર્થમાં સાર્થક નિવડે નહીતર વર્ષો પહેલા શહેરમા લગાવેલા ટ્રાફિક સિગ્નલ આજે પણ ધુળ ખાતા નજરે ચડે છે.
શહેરના ૧૮ લોકેશન ઉપર ૧૬૭ સીસીટીવી કેમેરા બંધ!
સરાકાર દ્વારા સેફ અને સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત પાલનપુરમાં ૧૮ લોકેશન પર ૧૬૭ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ પ્રોજેકટનો મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે ગત તા.૭ માર્ચના શુભારંભ પણ કરાયો હતો પરંતુ ટેકનીકલ કામગીરી અધુરી હોય આ પ્રોજેક્ટ શુભારંભ થયાના ૧૯ દિવસ બાદ પણ બંધ હાલતમાં હય હેરમાં લાગેલા સીસીટીવી કેમેરા હાલ તો શોભાના ગાંઠીયા સમાન ભાસી રહ્યા છે.
કેમેરા શરૃ થવાની ગુનાખોરી ઉપર અંકુશ મેળવી શકાશે
પાલનપુરમાં લોકોની સલામતી સાથે ટ્રાફિક નિયમનના અમલવારી હેતુ શહેરના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો .પર ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે જે કેમેરા શહેરની હિલચાલ કેદ કરશે જેને લઇ ચીલઝડપ, મારામારી,લુંટ,છેડતી સહિતના અનેક ગુનાના બનાવો ઉપર અંકુશ મેળવી શકાશે સાથે ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહીની કામગીરી સરળતાથી કરી શકાશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CFukKG
No comments:
Post a Comment