પાલનપુરના હરીપુરામાં બગીચાની દીવાલના અણીદાર ભાલાથી જોખમ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

પાલનપુરના હરીપુરામાં બગીચાની દીવાલના અણીદાર ભાલાથી જોખમ

પાલનપુર તા.25 માર્ચ 2019, સોમવાર

પાલનપુર હરીપુરા વિસ્તારમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર આગળ આવેલા બગીચા ની દિવાલ અણીદાર ભાલા લગાવવામાં આવ્યા હોય આ જોખમી ભાલાઓને લઇ સવા ત્રણસો ઉપરાંતના ભુલકાઓના માથે જોખમ ઉભુ થવા પામ્યું છે.

પાલનપુરના માનસરોવાર રોડ ઉપર આવેલ હરીપુરામાં બનાવવામાં આવેલા બગીચાની દીવાલ ઉપર અણીદાર ભાલા લછગાવવામાં આવેલા છે આ બગીચા સામે ની સરકારી શાળામાં ૧ થી ૮ માં ૨૭૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે સાથે અહીં બે આંગણવાડી કેન્દ્ર છે જેમાં ૬૦ ઉપરાંત ભુલકાઓ સંસ્કારનું સિંચન કરે છે. અને આ બાળકો રીશેષ તેેમજ રજાના સમયે આ બગીચામાં રમવા જતા હોય છે  ક્યારેક બગીચાનો દરવાજો બંધ હોય તો બાળકો દિવાલના ભાલા કુદીને બગીચામાં પ્રવેશતા હોય છે ત્યારે આ દિવાલના અણીદાર ભાલાથી બાળકોના જીવ ઉપર જોખમ તોલાળ રહ્યું છે.

જોકે અગાઉ વડગામ તાલુકાના મેમદપુરા ગામે એક બાળકને દોડાદોડીમાં અણીદાર ભાલો જડબામાં આરપાર ઘૂસી ગયો હતો જેને લઇને આવી ઘટના ઓને રોકવા શાળા ઓના દરવાજા ઉપર લગાવેલા ભાલા દુર કરવા હુકમ કરાયો હતો ત્યારે પાલનપુર હરીપુરા વિસ્તારના બાળકોની સલામતીને ધ્યાને રાખીને બગીચાની દિવાલ ઉપર લગાવવામાં આવેલા અણીદાર ભાલાઓને સત્વરે દુર કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

શાળાઓમા ભાલા દુર કરવાનો પરીપત્ર થયેલ છે

વડગામના મેમદપુર ગામે અગા. એક બાળકના ઝડબામાં દરવાજાનો ભાલો ઘુસી જવાના બનાવ બાદ બાળકોની સલામતી માટે સરકાર દ્વારા શાળાઓ અને બાલમંદિર આગળ દરવાજા ઉપરના જોખમી ભાલાઓ દુર કરવાનો પરીપત્ર કરવામાં આવતા જિલ્લાની વિવિધ શાળાઓમાથી ભાલાઓ દુર કરવામાં આવ્યા હતા.

૩૨૫ ભુલકાઓ ઉપર જળબંતો ખતરો

પાલનપુરના હરીપુરામાં એક પ્રા.શાળા અને બે આંગણવાડી આવેલ છે જેમાં ૩૨૫ જેટલા ભુલાકાઓ અભ્યાસ કરે છે અને આ બાળકો રીસેશ તેમજ રજાના દિવસે બાગીચાની દિવાલ કુદિ ને બગીચામાં જતા હોય બગીચાની દિવાલના જોખમી ભાલા ને લઇ બાળકો ઉપર જોખમ હોય આ ભાલા ને દુર કરવા શાળાના ગુરૃગણ દ્વારા પણ માંગ કરવામાં આવી છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UTYznT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages