મહેસાણા,તા.25 માર્ચ 2019, સોમવાર
મહેસાણા તાલુકા પંચાયત વધુને વધુ વિવાદોના વમળમાં ઘેરાતી જાય છે. ૨૨મી એ ટીડીઓની ગેરહાજરી માં જ કારોબારી સમિતિની બેઠક મળી હતી. જોકે ૨૫મીનો એજન્ડા હોઈ સોમવારે કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેથી તાલુકા પંચાયતના રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ હાથ ખંખેર્યા હતા.
મહેસાણા તાલુકા પંચાયતની કારોબારી સમિતિને લઈ ભારે વિવાદો ખડા થયા છે. ૨૫મીનો કારોબારીનો એજન્ડા કાઢ્યો હતો તેમછતાં ૨૨મીએ કારોબારી બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં બજેટ અવલોકન માટે જિલ્લા પંચાયતમાં મોકલવાનું હતું પરંતુ તે મોકલાયું ન હતુ ત્યારે એજન્ડા પ્રમાણે આજે સોમવારે ટીડીઓ એ.ડી. ગઢવીની હાજરીમાં કારોબારી સમિતિના ચેરમેન સુરેશ પટેલ અને કારોબારી સભ્યોની હાજરીમાં કારોબારી બેઠક તાલુકા પંચાયત હોલમાં યોજાઈ હતી. આ બેઠકમાં બજેટનો ઠરાવ કરી અવલોકન અર્થે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી વાય.એમ.દક્ષિણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આજની કારોબારી સમિતિનું બજેટ અવલોકન માટે ડેપ્યુટી ડીડીઓ પાસે આવ્યું છે. જોકે ૨૮ તારીખે મહેસાણા તાલુકા પંચાયતમાં બજેટ માટે ખાસ સાધારણ સભા માટેનો એજન્ડા પ્રમુખે કાઢ્યો છે તો શું એ તારીખે સભા યોજાઈ શકે? જે અંગે તેઓએ હાથ ખંખેરી ટીડીઓનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. જોકે, તાલુકા વિકાસ અધિકારીએ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
૨૨ તારીખની બેઠકની માન્યતાના અવઢવ વચ્ચે નવી બેઠક મળી
આ મામલે કારોબારી સમિતિના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે ૨૨મીએ અમારી માંગણી પ્રમાણે બેઠક યોજાઈ હતી. જેમાં બજેટ અવલોકન માટે આપ્યું હતું. જોકે એજન્ડા પ્રમાણે ફરી આજરોજ કારોબારી બેઠક પણ યોજાઈ છે. કારણકે ગત બેઠક કોઈ કારણોસર રદ્દ થાય તો આજની બેઠકમાં લેવાયેલ નિર્ણયો પ્રમાણે બજેટનો નિર્ણય આપી શકે.
૨૮મી સાધારણ સભા માટે સસ્પેન્સ યથાવત
૨૮ તારીખે તાલુકા પંચાયતમાં બજેટ માટે ખાસ સાધારણ સભા માટેના પ્રમુખે ેજન્ડા ૨૨ તારીખે કાઢ્યો છે. ત્યારે બજેટ અવલોકન થઈને ક્યારે આવે છે તેના પર મીટ મંડાઈ છે. તેના કારણે ૨૮ તારીખની સાધારણ સભા પર સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UXeRMV
No comments:
Post a Comment