દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારમાં સોનાના વૃક્ષ તરીકે ઓળખાતું મહુડાનું વૃક્ષ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારમાં સોનાના વૃક્ષ તરીકે ઓળખાતું મહુડાનું વૃક્ષ


- શિયાળામાં મહુડાનું ગોળ સાથે સેવન કરવાથી ફાયદાકારક

- ઉનાળામાં વૃક્ષ પર લાગતા ડોળી નામના ફળમાંથી તેલ કાઢી આદિવાસીઓ ઉપયોગ કરે છે

વાંસદા, તા. 27 માર્ચ 2019, બુધવાર

વાંસદા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલીય વિસ્તારમાં સોનાનાં વૃક્ષ તરીકે ઈતિહાસમાં જાણીતા મહુડાના વૃક્ષો આદિવાસી માટે કલ્પવૃક્ષ સમાન છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કળાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ-લેખકો તેને સોનાનું વૃક્ષ કહે છે.

મહુડાના વૃક્ષ પર આ સમયે મહુડાના ફુલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. અને મહુડા લાગે છે. આ મહુડાનો ઉપયોગ ઔષધિ તરીકે, વિવિધ દવાઓ બનાવવા, દેશી દારૂ બનાવવા તથા આરોગ્યવર્ધક તરીકે થાય છે. શિયાળામાં મહુડાનું ગોળ સાથે સેવન કરવાથી શરીરેને ખૂબ જ ફાયદો થાય છે.

ઉનાળામાં મહુડાના વૃક્ષ પર ડોળી નામનું ફળ લાગે છે. આ ડોળીને ફોડીને તેને સુકવવામાં આવે છે. ત્યારબાદ તેનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળીમાંથી તેલ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટે ભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે. (પોતાની રસોઈ બનાવવા માટે) આદિવાસી મહુડા વીણીને તેને વેચી દે છે. જેથી તેમને જીવન નિર્વાહ કરવા માટે આવક પ્રાપ્ત થાય છે. તેથી આદિવાસીઓ માટે મહુડાનું વૃક્ષ જીવાદોરી સમાન છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UVXw74

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages