કોરિયન કંપનીઓ ભારતના વિવિધ ઉદ્યોગોમાં રોકાણ કરવા ઉત્સુક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

કોરિયન કંપનીઓ ભારતના વિવિધ ઉદ્યોગોમાં રોકાણ કરવા ઉત્સુક


- કોરિયન ફાઉન્ડેશનના પ્રોફેસર કિમ ડુ યોગે ઉદ્યોગકારો સાથે ચર્ચામાં કહયું, સુરતના કાપડ ઉદ્યોગમાં રોકાણ કરીશું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 27 માર્ચ 2019, બુધવાર


કોરિયામાં ટેક્સટાઇલમાં આધુનિક મશીનરી અને ફેબ્રિકનું ઉત્પાદન થાય છે. કિન્તુ મશીનરીની સરખામણીમાં ફેબ્રિકનું ઉત્પાદન ઓછું છે. ફેબ્રિકનું જે કાંઈ ઉત્પાદન થાય છે તે ચાઈના એક્સપોર્ટ કરવામાં આવ્યો છે. કોરિયાની મોટાભાગની કંપનીઓ ચાઈનામાં ટેક્સટાઇલ અને ઓટોમેશન સહિતના વિવિધ ક્ષેત્રે બિઝનેસ કરી રહી છે. ચાઇનાની પોલિસીના કારણે કોરિયન કંપનીઓ ભારતમાં રોકાણ કરી બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવે છે.

કોરિયન ફાઉન્ડેશનના પ્રોફેસર કિમ ડુ યોગે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઈન્ડસ્ટ્રીઝમાં ઉદ્યોગકારો સાથે યોજાયેલા એક સેશનમાં બોલતા આમ જણાવ્યું હતું. ચાઇનામાં બિઝનેસ કરી રહેલી મોટાભાગની કોરિયન કંપનીઓ હવે ભારતમાં વિવિધ ઉદ્યોગમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે જેમાં પણ ખાસ કરીને સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં આ કંપનીઓ રોકાણ કરવા માટે ઉત્સુક છે. કોરીયામાં દેગુ શહેરમાં ટેક્સટાઈલની આધુનિક મશીનરીનું ઉત્પાદન થાય છે.

હાલ ભારતમાં એલજી અને સેમસંગ સહિતની કેટલીય કોરિયન કંપનીઓ બિઝનેસ કરી રહી છે પરંતુ અન્ય કોરિયન કંપનીઓ પણ ભારતમાં ટેક્સને ઓટોમેશન સહિતના વિવિધ ઉદ્યોગોમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. ખાસ કરીને ગુજરાતના સુરતમાં કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સ્મોલ અને મિડલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવા માટે તૈયાર છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CBQzkz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages