કુલપતિએ ચેર પરથી પ્રશ્ન કરવો પડયો 'તો અમો બધા કૌરવો છીએ ?' - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

કુલપતિએ ચેર પરથી પ્રશ્ન કરવો પડયો 'તો અમો બધા કૌરવો છીએ ?'


- સેનેટ સભામાં ૧૬૦ સભ્યોમાંથી ૫૩ જ હાજર, હાજર સભ્યોમાં પણ સતાધારી પક્ષોના સભ્યો વચ્ચે થયેલી તુ..તુ મે..મેં 

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 27 માર્ચ 2019, બુધવાર 

વીર નર્મદ યુનિવર્સિટી માં આજે બંધ બારણે મળેલી સેનેટ સભામાં પ્રશ્નોતરી, અહેવાલ પર ચર્ચા દરમ્યાન મહાભારતનું યુદ્વ છેડાઇ ગયુ હતુ.અને એક સભ્યે કૌરવો અને પાંડવોની વાત કરતા કુલપતિએ ચેર પરથી કહેવુ પડયુ હતુ કે તો અમે કૌરવો છે ?આવા વેધક પ્રશ્નોની સાથે જ આજની સેનેટમાં મોટાભાગના સભ્યો નારાજ હોઇ તેમ માંડ ૩૩ ટકા જ હાજરી નોંધાઇ હતી. આ ૩૩ ટકામાં પણ સતાધારી પક્ષોની સંખ્યા વધુ હોવા છતા સભ્યો વચ્ચે જ તડાફડી થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના વચ્ચે આજે મળેલી સેનેટ સભામાં નોંધાયેલા ૧૬૦ સેનેટ સભ્યોમાંથી માંડ ૫૩ હાજર રહયાં હતા.આ સભ્યો સાથે સેનેટ સભા શરૂ થાય તે પહેલાં જ આચાર સંહિતાના નામે પત્રકારોને પ્રવેશ ના અપાયો હતો.અને એનએસયુઆઇએ ભારે હોબાળો મચાવતા સેનેટ સભાની બહાર એક એ.સી.પી, ત્રણ પી.આઇ તેમજ પાંચ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિતનો કાફલો મુકીને સેનેટ સભા યોજવી હતી.આ સેનેટ સભા અંગે કેટલાક સભ્યોએ નામ ના આપવાની શરતે જણાવ્યુ હતુ કે સભા દરમ્યાન એક સભ્યેએ યુનિવર્સિટીમાં બહુમતિથી થતા નિર્ણય અંગે સવાલ ઉઠાવીને મહાભારતનું ઉદાહરણ આપીને ટાંકયુ હતુ કે મહાભારતમાં સૌ કૌૈરવો હતો.અને સામે પાંચ પાંડવો હતા.

આ વચ્ચે કૃષ્ણ ભગવાને કૌરવોનો સાથ આપવાના બદલે સચ્ચાઇનો સાથ આપ્યો હતો.આવુ કહેતા જ કુલપતિ ગુસ્સે ભરાયા હતા અને કહયુ હતુ કે તો અમો કૌરવો છીએ.ત્યારે પેલા સભ્યએ કહેવુ પડયુ કે અમોએ તો ફકત ઉદાહરણ આપ્યુ છે.આ સિવાય વાર્ષિક અહેવાલ વખતે સતાધારી પક્ષના સભ્યો સભ્યો વચ્ચે જ અંદરો અંદર ગરમા ગરમી થઇ ગઇ હતી.

સુત્રોના જણાવ્યા મુજબ વાર્ષિક અહેવાલને લઇને કિરણ ધોધારીએ પોતાની વાત રજુ કરવાની વાત દોહરાવી હતી.જેની સામે વિરોધ  થતા જ સેનેટ સભ્ય મયુર ચૌહાણ ઉભા થઇને બોલ્યા હતા કે આચાર સંહિતા હોવાથી ચર્ચા થઇ શકે નહીં.આ બાબતે બન્ને વચ્ચે ભારે ગરમા ગરમી થઇ હતી.કિરણ ઘોધારીના પક્ષમાં મોટી સંખ્યામાં સભ્યો ભેગા થઇને આ બાબતે વાંધો ઉઠાવતા મયુર ચૌહાણ બેસી જવુ પડયુ હતુ.

આમ આજની સેનેટ સભામાં ઓછા સભ્યો હોવા છતા સતાધારી પક્ષો વચ્ચે જ ભારે ગરમા ગરમી થઇ હતી.ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઇડ લાઇન હોવા છતા વાર્ષિક અહેવાલ તેમજ અન્ય બાબતોએ ભારે પ્રશંસા કરાઇ હતી.અને વાહવાહી કરીને આચાર સંહિતાનો ભંગ કરાયો હતો.આ સેનેટ અંગે કુલપતિ ડૉ.શિવેન્દ્વ ગુપ્તાને પુછતા તેમણે આચાર સંહિતાના નામે કશુ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGP98d

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages